________________
| નિયાવલિકા વર્ગ-૧: અધ્ય.-૧
[ ૩૫ ]
ભાવાર્થ :- ત્યાર પછી કોણિકકુમાર પિતાને બંધન મુક્ત કરવા માટે કારાગૃહમાં આવ્યા પરંતુ રાજા શ્રેણિકને નિપ્રાણ, હલન-ચલનરહિત, મૃત્યુ પામેલા જોયા. પિતાનું મરણજન્ય દુઃખ તેનાથી સહન ન થયું. તે એકાએક અત્યંત રુદન કરતાં, તીક્ષ્ણ ધારવાળી કુહાડીથી કાપેલા કોમળ ચંપકવૃક્ષની જેમ જમીન ઉપર પછડાટ ખાઈને પડી ગયા.
થોડીવાર પછી કોણિકકુમાર મૂર્ણારહિત થયા ત્યારે રુદન કરતાં, કરુણ સ્વરથી આર્તનાદ કરતાં, શોક અને વિલાપ કરતાં આ પ્રમાણે બોલ્યા- હું અભાગી છું, પાપી છું, પુણ્યહીણ છું, જેથી મેં આવું દુષ્કૃત્ય કર્યું કે દેવતુલ્ય, ગુરુજન સમાન ઉપકારી અને સ્નેહાનુરાગયુક્ત મારા પિતા શ્રેણિક રાજાને બંધનમાં નાખ્યા અને મારા જ કારણથી તેનું મૃત્યુ થયું. આ રીતે પોતાનો દોષ સ્વીકાર કરતાં દુઃખી થતાં અંતે અનેક ઐશ્વર્યશાળી રાજાઓ, રાજમાન્ય પુરુષો, માંડલિક, જાગીરદારો, કૌટુંબિક-મુખ્ય પરિવારના વડિલો, ઈભ્ય–કોટયાધીશ, ધનપતિ, શ્રેષ્ઠી–સમાજની પ્રમુખ વ્યક્તિઓ, સેનાપતિઓ, મંત્રી, ગણક– જ્યોતિષી, દ્વારપાળ, અમાત્ય, સેવકો, અંગરક્ષક, નાગરિક, વ્યવસાયી, દૂત, સંધિપાલ- રાષ્ટ્રના સીમાંત પ્રદેશોના રક્ષક આદિ વ્યક્તિઓ સાથે રુદન, આક્રંદ, શોક અને વિલાપ કરતાં મોટા સમારોહપૂર્વક માન સન્માન સહિત શ્રેણિક રાજાનો અગ્નિસંસ્કાર કર્યો અને ઘણા લૌકિક મરણોત્તર અનુષ્ઠાનો કર્યા. |३७ तए णं से कूणिए कुमारे एएणं महया मणोमाणसिएणं दुक्खेणं अभिभूए समाणे अण्णया कयाइ अंतेउरपरियाल संपरिवुडे सभंडमत्तोवगरणमायाए रायगिहाओ पडिणिक्खमइ, जेणेव चंपाणयरी तेणेव उवागच्छइ, तत्थ वि णं विउलभोगसमिइ समण्णागए कालेणं अप्पसोए जाए यावि होत्था । ભાવાર્થ :- ત્યાર પછી તે કોણિકકુમાર આ મહાન મનોગત દુઃખથી અત્યંત દુઃખી થઈને(દુઃસહ્ય દુઃખને ભૂલવા માટે) એકદા અંતઃપુર અને પરિવાર સહિત ધન-સંપત્તિ આદિ પોતાની સંપૂર્ણ સામગ્રી લઈને રાજગૃહથી બહાર નીકળી જ્યાં ચંપાનગરી હતી, ત્યાં આવ્યા અને તેને પોતાની રાજધાની બનાવી વિપુલ સુખ ભોગવતાં રહેવા લાગ્યા. થોડો સમય જતાં તેનો શોક ઓછો થયો. ३८ तए णं से कूणिए राया अण्णया कयाइ कालाईए दस कुमारे सद्दावेइ, सद्दावेत्ता रज्जं च रटुं च बलं च वाहणं च कोसं च कोट्ठागारं च जणवयं च एक्कारसभाए विरिंचइ, विरिचित्ता सयमेव रज्जसिरिं करेमाणे पालेमाणे विहरइ । ભાવાર્થ - ત્યાર પછી તે કોણિકકુમારે પોતાના કાલકુમાર આદિ દશે ભાઈઓને બોલાવ્યા. રાજ્ય, રાષ્ટ્ર, સેના, વાહન(રથ આદિ), ખજાનો(ધન-સંપત્તિ), કોઠાર(ધન્યાદિ) અને જનપદના અગિયાર ભાગ કરીને વહેંચી દીધા; વહેંચીને પોતપોતાની રાજશ્રીનો ઉપભોગ કરતાં અને રાજ્યનું પાલન કરતાં રહેવા લાગ્યા. વિવેચન :શ્રેણિકની ભવિતવ્યતા:- પ્રસ્તુત સૂત્રોમાં રાજા શ્રેણિકની ભવિતવ્યતા અને રાજા કોણિકના પશ્ચાત્તાપનું