________________
|
३४
શ્રી નિરયાવલિકા સત્ર
થયો; સદ્ભાવ જાગ્યો; તુરંત જ પિતાને બંધનમુક્ત કરવા પ્રયત્નશીલ બની ગયો. શ્રેણિકનો પ્રતિભ્રમ અને આત્મહત્યા - |३५ तए णं सेणिए राया कूणियं कुमारं परसुहत्थगयं एज्जमाणं पासइ, पासित्ता एवं संपेहेइ(वयासी)- एस णं कूणिएकुमारे अपत्थियपत्थिए दुरंतपतलक्खणे हीणपुण्ण- चाउद्दसिए हिरिसिरिपरिवज्जिए परसुहत्थगए इह हव्वमागच्छइ । तं ण णज्जइ णं ममं केणइ कु-मारेणं मारिस्सइ त्ति कटु भीए तत्थे तसिए उव्विग्गे संजायभये तालपुडगं विसं आसगसि पक्खिवइ ।
तए णं से सेणिए राया तालपुडगविसंसि आसगंसि पक्खित्ते समाणे मुहुत्तंतरेण परिणममाणंसि णिप्पाणे णिच्चेट्टे जीवविप्पजढे ओइण्णे ।। ભાવાર્થ :- રાજા શ્રેણિકે, હાથમાં કુહાડી લઈને કોણિકકુમારને આવતો જોયો. તેને મનમાં વિચાર આવ્યો કે- આ કોણિક કુમાર મારો વિનાશ ઈચ્છનારો, કુલક્ષણી, અભાગી, કાળી ચૌદસનો જન્મેલો, નિર્લજ્જ, લોકલાજથી રહિત હાથમાં કુહાડી લઈને અહીં આવી રહ્યો છે. કોને ખબર તે મને કેવા કમોતે મારશે? આવા વિચારથી ભયભીત બનીને, ત્રસ્ત, ભયગ્રસ્ત, ઉદ્વિગ્ન થઈને પોતાની અંગૂઠીમાં રહેલા તાલપુટ ઝેર મોઢામાં નાખ્યું અર્થાતુ વીંટીમાં રહેલા હીરાને ચૂસી લીધો. તે ઝેર એક પળ માત્રમાં આખા શરીરમાં ફેલાઈ ગયું અને રાજા પ્રાણથી રહિત, નિશ્ચેષ્ટ, નિર્જીવ થઈ ગયા અને જમીન ઉપર પડી ગયા. ३६ तए णं कूणिए कुमारे जेणेव चारगसाला तेणेव उवागए, उवागच्छित्ता सेणियं रायं णिप्पाणं णिच्चेटुं जीवविप्पजढं ओइण्णं पासइ, पासित्ता महया पिइ- सोएणं अप्फुण्णे समाणे परसुणियत्ते विव चंपगवरपायवे धसत्ति धरणीयलंसि सवङ्गेहिं सण्णिवडिए ।
तए णं से कूणिए कुमारे मुहुत्तंतरेण आसत्थे समाणे रोयमाणे कंदमाणे सोयमाणे विलवमाणे एवं वयासी- अहो णं मए अधण्णेणं अपुण्णेणं अकयपुण्णेणं दुद्रुकयं सेणिय राय पियं देवयं गुरुजणगं अच्चंतणेहाणुरागरत्तं णियलबंधणं करतेणं । मम मूलागं चेव णं सेणिए राया कालगए त्ति कटु राईसरतलवर माडबिय कोडुबिय इब्भ सेट्ठि सेणावइ सत्थवाह मंति गणगदोवारिय-अमच्च-चेड पीढमद्दग-णगर-णिगम- दूयसंधिवाल सद्धिं संपरिवुडे रोयमाणे कंदमाणे सोयमाणे विलवमाणे महया इड्डी- सक्कारसमुदएण सेणियस्स रण्णो णीहरणं करेइ, बहूहि लोइयाई मयकिच्चाई करेइ ।