________________
| નિરયાવલિકા વર્ગ-૧ઃ અધ્ય.-૧
[ ૭૩ ]
ભાવાર્થ :- ત્યારે કોણિક રાજાએ ચેલણાદેવીને આ પ્રમાણે કહ્યું- હે માતાજી! શ્રેણિક રાજા તો મારો ઘાત કરવા ઈચ્છતા હતા, મારા બંધનને અને મરણને ઈચ્છતા હતા, નિર્વાસિત કરવા ઈચ્છતા હતા. તેથી મારા પર તેઓ અત્યંત સ્નેહ તથા અનુરાગ યુક્ત છે તે કેવી રીતે માની શકાય ?
આ વાત સાંભળીને ચેલણા દેવીએ કોણિક કુમારને આ પ્રમાણે કહ્યું- હે પુત્ર! સાંભળ, જ્યારે તું મારા ગર્ભમાં આવ્યો ત્યારે ત્રણ મહિના પૂરા થતાં મને આ પ્રકારનો દોહદ ઉત્પન્ન થયો કે તે માતાઓને ધન્ય છે, વગેરે સંપૂર્ણ કથન કરવું યાવતું તે દોહદને મેં પૂર્ણ કર્યો. તેમજ હે પુત્ર! જ્યારે પણ તું વેદનાથી દુઃખી થતો અને જોર જોરથી રડતો ત્યારે રાજા શ્રેણિક તારી પાસે આવીને તેને હાથમાં લઈ, તારી આંગળી મુખમાં લેતા અને લોહી-પરુ ચૂસીને ઘૂંકી નાખતા, ત્યારે તારી વેદના શાંત થતી અને તું રડવાનું બંધ કરી શાંત થઈ જતો વગેરે સર્વ હકીકત ચેલણાએ કોણિકને સંભળાવી અને કહ્યું- હે પુત્ર! તેથી હું કહું છું કે શ્રેણિક રાજા તારા પ્રત્યે અત્યંત સ્નેહાનુરાગવાળા છે. ३४ तए णं कूणिए राया चेल्लणाए देवीए अंतिए एयमटुं सोच्चा णिसम्म चेल्लणं देवि एवं वयासी- दुद्रु णं अम्मो ! मए कयं सेणियं रायं पियं देवयं गुरुजणगं अच्चंतणेहाणुरागरत्तं णियलबंधणं करतेणं । तं गच्छामि णं सेणियस्स रण्णो सयमेव णियलाणि छिंदामि त्ति कट्ठ परसुहत्थगए जेणेव चारगसाला तेणेव पहारेत्थ गमणाए । ભાવાર્થ :- કોણિક રાજાએ ચેલણા માતા પાસેથી આ પૂર્વ વૃત્તાંત સાંભળીને, ધ્યાનમાં લઈને માતુશ્રીને આ પ્રમાણે કહ્યું- હે માતા ! દેવ સ્વરૂપ, ગુરુજન સમાન, અત્યંત સ્નેહાનુરાગયુક્ત મારા પિતા રાજા શ્રેણિકને બંધનમાં નાંખ્યા તે મેં ઘણું જ દુષ્કૃત્ય કર્યું છે. તેથી હું સ્વયં જઈને તેમના બંધન કાપી નાખું છું. આ પ્રમાણે કહી, કુહાડી હાથમાં લઈ જ્યાં જેલ હતી ત્યાં ગયા.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં રાજા કોણિકની માતૃભક્તિ અને માતા ચેલણાની વિવેકશીલતા તથા નીડરતા પ્રગટ થાય છે.
પિતાને બંધનગ્રસ્ત કરનાર રાજા કોણિકને માતા પ્રતિ આદર અને ભક્તિ ભાવ હતો જ. તેથી તે માતાના ચરણસ્પર્શ કરવા ગયા ત્યારે માતા ચેલાએ કોણિકને પોતાની ભૂલનું ભાન કરાવ્યું અને સચોટ શબ્દોમાં તેના દુષ્ટ વ્યવહારને પ્રગટ કરતાં સત્ય વાત સ્પષ્ટ કરી.
શ્રેણિકને કેદમાં પૂર્યા પછી કોણિકના વૈરાનુબંધજન્ય કર્મોનો અંત આવવાની વેળા આવી ગઈ હતી. તેથી તેના કાત્યપ્રતિ માતાનો વિરોધ તથા સ્પષ્ટીકરણથી આપેલો જવાબ કામયાબ નીવડ્યો અને કોણિકનું હૃદય પરિવર્તિત થઈ ગયું, તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ; પિતા શ્રેણિક પ્રતિ વૈરભાવ સમાપ્ત