________________
| નિરયાવલિકા વર્ગ-૧ઃ અધ્ય.-૧
[ ૩૧ |
આદિ દશે રાજકુમારોને પોતાના ભાઈઓને) પોતાના ઘેર બોલાવી તેને પોતાનો વિચાર જણાવ્યોહે દેવાનુપ્રિયો ! શ્રેણિક રાજાના કારણે આપણે રાજ્યશ્રીનો ઉપભોગ તથા રાજ્યનું પાલન કરી શકતા નથી. તેથી રાજાને બંધનમાં નાખી, આપણે રાજ્ય, રાષ્ટ્ર, સેના, વાહન, ખજાનો, કોઠાર અને દેશને અગિયાર ભાગમાં વહેંચી રાજ્યશ્રીનો ઉપભોગ કરીએ અને રાજ્યનું પાલન કરીએ તે શ્રેયસ્કર છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં કોણિકની પિતા પ્રત્યેની વેરની પંરપરાને પ્રગટ કરી છે.
ગર્ભગત દુર્વિચારોથી કોણિકની વૈરવૃત્તિ પૂર્ણ થઈ ન હતી. તેથી જ તેણે રાજ્ય લોભમાં આસક્ત બની પિતાને બંધનગ્રસ્ત કરવાનો બીજો દુર્વિચાર કર્યો. પોતાના વિચારો દશ ભાઈઓ સમક્ષ રજૂ કર્યા. કારણ કે આવા કાર્યોમાં અનેકના સહકારની આવશ્યક્તા રહે છે. કોણિકે પણ રાજ્ય વિભાગના પ્રલોભન સાથે ભાઈઓને પોતાના પક્ષમાં લેવાની યોજના બનાવી. પૂર્વના વૈરાનુબંધ સંબંધો જીવનમાં કેવા કેવા દુષ્કૃત્યો કરાવે છે તે કોણિકના વ્યવહારથી જોઈ શકાય છે. કાલકુમાર આદિ ભાઈઓ દ્વારા સ્વીકૃતિ :|३१ तए णं ते कालाईया दस कुमारा कूणियस्स कुमारस्स एयमढे विणएणं पडिसुणंति। तए णं से कूणिए कुमारे अण्णया कयाइ सेणियस्स रण्णो अंतरं जाणइ, जाणित्ता सेणियं रायं णियलबंधण करेइ, करित्ता अप्पाणं महया महया रायाभिसेएणं अभि- सिंचावेइ । तए णं से कूणिए कुमारे राया जाए महया हिमवंत वण्णओ। ભાવાર્થ :- કોણિકની વાત સાંભળીને કાલ આદિ દશે કુમારોએ તેના આ વિચારનો વિનયપૂર્વક સ્વીકાર કર્યો. ત્યાર પછી કોણિકકુમારે એક વાર શ્રેણિક રાજા બાંધવા યોગ્ય અવસર જાણી, હાથકડીથી તેને બાંધી દીધા અને પોતાનો મહાન મોટો રાજ્યાભિષેક કરાવ્યો. ત્યાર પછી કોણિકકુમાર પોતે રાજા બની ગયો. તે મહાન હિમવંત પર્વત સમાન આદિ રાજાના ગુણ સંપન્ન બની રાજ્ય કરવા લાગ્યો. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં કોણિકના દુર્વિચારોની સફળતાનું દિગ્દર્શન છે. પુણ્યના સથવારે વ્યક્તિની અયોગ્ય ઈચ્છા પણ કદાચ પૂર્ણ થાય પરંતુ વાસ્તવમાં તે પુણ્ય પાપાનુબંધી પુણ્ય છે. તે પાપનો અનુબંધ કરાવતું હોવાથી જીવને માટે ભયંકર હાનિકારક, દુ:ખજનક અને દુર્ગતિદાયક છે. તેથી પુણ્યના ઉદય સમયે પાપનો બંધ ન થઈ જાય તે માટે જીવે સાવધાન રહેવું જોઈએ. માતાને ચરણવંદન કરતાં કોણિકનું પરિવર્તન :|३२ तए णं से कूणिए राया अण्णया कयाइ हाए जाव सव्वालंकारविभूसिए