________________
| નિરયાવલિકા વર્ગ-૧ અધ્ય.-૧
[ ૨૯ ]
હતો. તેથી આંગળી પાકી ગઈ અને તેમાંથી લોહી–પરુ નીકળવા લાગ્યા. તેથી તે બાળક વેદનાથી ચીસો પાડીને રોતો હતો. તેનો રડવાનો અવાજ સાંભળી શ્રેણિક રાજા તેની પાસે જતાં, તેને બંને હાથોમાં લેતા, તેની આંગળી પોતાના મુખમાં લઈને તે લોહી-પરુને ચૂસી લેતા અને ઘૂંકી નાખતા. તેથી તે બાળક વેદના રહિત અને શાંત થઈ જતો. આ પ્રમાણે જ્યારે પણ તે બાળક વેદનાથી જોર જોરથી રડતો ત્યારે શ્રેણિક રાજા તેની પાસે જતા, તેને હાથમાં તેડતા અને તે જ પ્રમાણે લોહી, પરુ ચૂસી લેતાં, તેથી વેદના શાંત થવાથી તે બાળક ચૂપ થઈ જતો.
२९ तए णं तस्स दारगस्स अम्मापियरो पढमे दिवसे ठिइवडियं करेंति, बिइए दिवसे जागरिय करेति, तइए दिवसे चंदसूरदसणिय करेंति जाव संपत्ते बारसाहे अयमेयारूवं गुणणिप्फण्णं णामधेज करेति- जम्हा णं अम्ह इमस्स दारगस्स ए गंते उक्कुरुडियाए उज्झिज्जमाणस्स अग्गंगुलिया कुक्कुडपिच्छएणं दुमिया, तं होउ णं अम्हे इमस्स दारगस्स णामधेज कूणिए । तए णं तस्स दारगस्स अम्मापियरो णामधेज करेंति 'कूणिए' त्ति । तए णं से कूणिएकुमारे पंच धाई परिग्गहिए जहा मेहस्स जाव उप्पि पासायवरगए विहरइ ।
ભાવાર્થ :- ત્યાર પછી માતા-પિતાએ ત્રીજે દિવસે તે બાળકને ચંદ્ર-સૂર્યના દર્શન કરાવ્યા યાવત બારમે દિવસે આ પ્રકારનું ગુણનિષ્પન્ન નામકરણ કર્યું અમારાં આ બાળકને એકાંત ઉકરડા પર નાખી દેવાથી તેની આંગળી મૂકડાએ કરડી ખાધી છે, તેથી અમારા આ બાળકનું નામ કોણિક હો." આ પ્રમાણે તે બાળકના માતા-પિતાએ તેનું કોણિક નામ રાખ્યું.
ત્યાર પછી તે બાળકનું પાંચ ધાયમાતાઓ દ્વારા લાલન પાલન થયું યાવતું મોટો થઈ મેઘકુમારની જેમ રાજમહેલમાં આમોદ-પ્રમોદપૂર્વક સમય વ્યતીત કરવા લાગ્યો.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં નવજાત બાળકને ઉકરડામાં ફેંકવાથી લઈને, તેના નામકરણનું અને અંતે સંક્ષિપ્તમાં તેની યુવાવસ્થા પર્યતનું વર્ણન છે.
અનાવળિયા ૩જ્ઞોવિયા :- અશોકવાટિકા ઉદ્યોતિત–પ્રકાશિત થઈ. ઉદ્યોત નામ કર્મના ઉદયે શરીર દ્વારા પ્રકાશ પ્રગટ થાય છે, તે પુણ્ય પ્રકૃતિ છે. એકેન્દ્રિય પૃથ્વીકાયનાં રત્નોમાં આતપ કે ઉદ્યોત નામ કર્મનો ઉદય હોય શકે છે. સૂર્યવિમાનનાં રત્નોને આતપ અને ચંદ્રવિમાનના રત્નોને ઉદ્યોતનામ કર્મનો ઉદય હોય છે. શેષ કેટલાક વિકલેન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યોને પણ ઉદ્યોત નામ કર્મનો ઉદય હોય તો તેના શરીરમાંથી પણ પ્રકાશ પ્રગટ થઈ શકે છે. આ કારણે જ ઉદ્યોત નામકર્મના ઉદયે કોણિકના શરીરમાંથી પ્રકાશ પ્રગટ થયો હતો અને તેનાથી અશોકવાટિકા પ્રકાશિત થઈ હતી.