________________
| ૨૬ ]
શ્રી નિરયાવલિકા સૂત્ર
ભાવાર્થ :- કેટલોક સમય પસાર થયા પછી એક વાર ચેલણાદેવીને મધ્યરાત્રિમાં જાગતા આ પ્રકારનો વિચાર આવ્યો 'આ બાળકે ગર્ભમાં આવતા જ પોતાના પિતાના કાળજાનું માંસ ખાધું છે, તેથી મારે માટે યોગ્ય છે કે આ ગર્ભને સડાવવા માટે, પાડી નાંખવા માટે, ગાળવા માટે અને નાશ કરવા માટે કાંઈક ઉપાય કરું.' (કારણ કે જન્મીને મોટો થઈન જાણે આ પિતાનું અને કુળનું કેવું અનિષ્ટ કરશે?) આ પ્રમાણે વિચાર કરીને રાણીએ ઔષધિ આદિથી અનેક ઉપાય કર્યા પરંતુ તે ગર્ભ ન સડ્યો, ન પડ્યો, ન ગળ્યો કે ન નાશ પામ્યો.
ત્યારે તે રાણી પોતાના પ્રયાસમાં નિષ્ફળ જવાથી અફસોસ કરવા લાગી, ખેદ યુક્ત થઈને, ઉદાસ થઈને, અનિચ્છાએ વિવશતાથી આર્તધ્યાનથી ગ્રસ્ત થઈને, ગર્ભનું પાલન કરવા લાગી.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં દોહદ પૂર્તિ પછી રાણી ચેલણાના ગર્ભગત જીવ પ્રત્યે અનિષ્ટ વિચાર અને તેનું કરેલું પાપમય આચરણ દર્શાવ્યું છે.
જીવનમાં કોઈપણ ભાવનાનો ઉદ્વેગ જ્યારે તીવ્ર હોય ત્યારે બુદ્ધિમાન કે ધર્મી વ્યક્તિ પણ વિવેક યુક્ત નિર્ણય લેવાનું ચૂકી જાય છે. પણ જ્યારે તે ઉદ્વેગની તીવ્રતા પરિવર્તિત થઈ જાય, પછી તેને અનેક પ્રકારના વિચારો ઉત્પન્ન થાય છે.
તે જ રીતે ચેલણા રાણીએ તીવ્ર ભાવે દોહદ પૂર્ણ કર્યો પરંતુ પછી તેના વિચારો પરિવર્તિત થવા લાગ્યા. ગર્ભગત જીવની માનસિક સ્થિતિ અંગે વિચારો આવ્યા, તેની ભાવ દુષ્ટતાનું અનુમાન પણ થવા લાગ્યું. તેથી તેણે ગર્ભને નષ્ટ કરવાના ઘણા પ્રયત્નો કર્યા.
કર્મનો સિદ્ધાંત અટલ છે. નિકાચિત કર્મમાં પ્રયત્નો કરવાથી પણ કોઈ જાતનો ફેરફાર થઈ શકતો નથી. તેથી અનિષ્ટકારી અને નાશક દવાઓ પણ ગર્ભગત જીવનું કંઈ બગાડી શકી નહીં. તેનું દીર્ઘ આયુષ્ય હતું માટે રાણીના પ્રયત્નો નિષ્ફળ ગયા. તે દવાઓ તેના શરીરમાં કોઈ વિકૃતિ પણ લાવી શકી નહીં.
ચેલણા એક રાજરાણી હતી. તેની શક્તિ પણ અપાર હતી તો પણ તીવ્ર ઈચ્છા હોવા છતાં તે એક અવિકસિત ગર્ભગત જીવનું કંઈ અહિત કરી શકી નહીં.
આ રીતે પ્રસ્તુત સૂત્ર સ્વકૃત પુણ્ય-પાપ કર્મ સંબંધી અબાધિત સિદ્ધાંતને સ્પષ્ટ કરે છે. નવજાત બાળક પ્રત્યે ચેલણાનો વ્યવહાર :२५ तए णं सा चेल्लणा देवी णवण्हं मासाणं बहुपडिपुण्णाणं अट्ठमाणं राइंदियाणं वीइक्कंताणं सोमालं सुरूवं दारगं पयाया । तए णं तीसे चेल्लणाए देवीए इमे एयारूवे अज्झथिए जाव समुप्पज्जित्था- जइ जाव इमेण दारएणं