SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ નિરયાવલિકા વર્ગ-૧ અધ્ય.-૧ | [ ૨૫] પડે તે રીતે તેને છુપાવ્યો. આ પ્રકારની વિધિ પૂર્ણ કર્યા પછી અભયકુમારે ચેલણા રાણીને ઊંચે સ્થાને બેસાડ્યા કે જ્યાંથી તે રાજાના કલેજાનું માંસ કાપવાની ક્રિયા જોઈ શકે. સવંતી રાજ = વસ્તી નિતિ, માની રોતિ લોહી સવીઝરી રહ્યું હોય તે પ્રમાણે કર્યું. 'સવ' ધાતુનો અર્થ વહેવું-ઝરવું થાય છે, તે અનુસાર આ અર્થ થાય છે. પ્રસંગાનુસાર આ અર્થ સંગત નથી કારણ કે વધસ્થાનેથી માંસ લાવવું, શ્રેણિકના ઉદર પર બાંધવું વગેરે પ્રત્યેક ક્રિયા રાણી ચેલણાથી ગુપ્ત રાખવાની હતી. તેથી જો લોહી વહેતું હોય, તેવો દેખાવ પ્રારંભથી થઈ જાય તો શેલણા રાણી સમક્ષ દોહદ પૂર્તિનું ઉપાયનું રહસ્ય ખુલ્લું થઈ જાય. તેથી વધસ્થાનેથી માંસ લાવ્યા, શ્રેણિકના ઉદર પર રાખ્યું, તેને બસ્તિપુટકથી વેષ્ટિત કર્યું ત્યારપછી 'સતી' પાઠ છે. માંસને વ્યવસ્થિત રાખ્યા પછી તે સર્વ પ્રક્રિયા રાણી ચેલણાથી અજ્ઞાત રહે તે માટે તેને વસ્ત્રાદિથી આચ્છાદિત કરીને છૂપાવ્યુંતે પ્રમાણે અર્થ કરવો પ્રસંગોચિત જણાય છે અને ત્યાર પછી રાણીને બેસાડીને શ્રેણિકના કલેજાના માંસ કાપવાની પ્રક્રિયાનો દેખાવ શરૂ થયો. diffષય - સૂત્રમાં આ શબ્દનો પ્રયોગ એકવાર એકવચનમાં અને બીજીવાર વખવધ્યા રેએમ બહુવચનમાં થયો છે. તેનું તાત્પર્ય એ છે કે કર્મચારી પુરુષે જે માંસ લાવીને આપ્યું. તેમાંથી રાજાના ઉદર પર રાખી શકાય તેટલો એક ટુકડો કર્યો. ત્યાં જખણિપ્રિય છે તેવો એકવચનનો પ્રયોગ છે. અને પછી ચેલણા રાણીની સામે ઉદર પર રાખેલા માંસના અનેક ટુકડા કરીને રાણીને આપ્યા તે વર્ણનમાં છપ્પણિયારું બહુવચનનો પ્રયોગ છે. આ રીતે આ શબ્દનો અર્થ કટકા કરવો, એ પ્રમાણે થાય છે. ગર્ભ પ્રતિ ચેલણાદેવીનો વિચાર :|२४ तए णं तीसे चेल्लणाए देवीए अण्णया कयाइ पुव्वरत्तावरत्तकालसमयसि अयमेयारूवे अज्झथिए जावसमुप्पज्जित्था- जइ ताव इमेणं दारएणं गब्भगएणं चेव पिउणो उयरवलिमसाणि खाइयाणि, तं सेयं खलु मए एयं गब्भं साडित्तए वा पाडित्तए वा गालित्तए वा विद्धसित्तए वा; एवं संपेहेइ, संपेहित्ता तं गब्भं बहूहिं गब्भसाडणेहि य गब्भपाडणेहि य गब्भगालणेहि य गब्भविद्धंसणेहि य इच्छइ तं गब्भं साडित्तए वा पाडित्तए वा गालित्तए वा विद्धंसित्तए वा, णो चेवणं से गब्भे सडइ वा पडइ वा गलइ वा विद्धंसइ वा । तए णं सा चेल्लणा देवी तंगब्भं जाहे णो संचाएइ बहूहि गब्भसाडएहिं य जाव गब्भविद्धंसणेहि य साडित्तए वा जाव विद्धंसित्तए वा, ताहे संता तंता परितंता णिव्विण्णा समाणी अकामिया अवसवसा अट्टदुहट्टवसट्टा तं गब्भं परिवहइ ।
SR No.008777
Book TitleAgam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKiranbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages228
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, agam_nirayavalika, agam_kalpavatansika, agam_pushpika, agam_pushpachulika, & agam_vrushnidasha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy