________________
શ્રી નિરયાવલિકા સૂત્ર
देवीए उवणेइ । तए णं सा चेल्लणा देवी सेणियस्स रण्णो तेहिं उयरवलिमंसेहिं सोल्लेहिं जाव दोहलं विणेइ । तए णं सा चेल्लणा देवी संपुण्णदोहला, सम्माणियदोहला विच्छिण्ण- दोहला तं गब्भं सुहंसुहेणं परिवहइ ।
૨૪
ભાવાર્થ :- ત્યાર પછી અભયકુમારે શ્રેણિકરાજાના તે ઉદરના માંસખંડોને ગ્રહણ કરી, જ્યાં ચેલણાદેવી હતા ત્યાં આવ્યા. તેની સામે માંસખંડો રાખ્યા. ચેલણાદેવીએ શ્રેણિકરાજાના તે ઉદરના માંસના ટુકડાથી યાવત્ પોતાનો દોહદ પૂર્ણ કર્યો. આ રીતે તે ચેલણા દેવી પોતાનો દોહદ પૂર્ણ, સંપન્ન અને સમાપ્ત થતાં તે ગર્ભનું સુખપૂર્વક પાલન કરવા લાગ્યા.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં અભયકુમારની આગવી બુદ્ધિથી ચેલણા રાણીની થયેલી દોહદપૂર્તિનું પ્રતિપાદન છે.
ચેલણા રાણી ચેડા મહારાજાની પુત્રી હતી. તેણી પ્રારંભથી જૈન ધર્મી, દઢધર્મી, પ્રિયધર્મી, સંસ્કાર સંપન્ન શ્રાવિકા હતી. તેથી તેમના જીવનમાં માંસાહારની ઈચ્છા અશક્ય જ હતી. પરંતુ ગર્ભગત જીવના પ્રભાવે રાણીને તથા પ્રકારનો દોહદ થયો હતો.
અભયકુમાર પણ દઢ શ્રદ્ઘાવાન, અહિંસાધર્મના ઉપાસક હતા. પિતાના કાળજાના માંસ ખાવાનો માતાનો દોહદ કેવી રીતે પૂર્ણ કરવો ? તે પ્રશ્ન હતો. આપત્કાલીન પરિસ્થિતિમાં, ગૃહસ્થ જીવનમાં શ્રાવકોને માટે અનિચ્છનીય કાર્યો કરવા પડે છે. તે પ્રમાણે અભયકુમારે પોતાની ફરજ સમજી માતાના દોહદને પોતાની સૂઝ–બૂઝથી પૂર્ણ કર્યો.
वत्थपुडगं ઃ– માંસને લાવવાનું અને ઢાંકીને રાખવાનું સાધન છે. વધસ્થાનથી માંસ લાવવાના પાઠમાં અને અભયકુમાર દ્વારા શ્રેણિકના ઉદર પર માંસ રાખવાના પાઠમાં સ્થિપુકળ શબ્દ પ્રયોગ છે. તે પહેલાંના દોહદ વર્ણનમાં આ શબ્દ નથી.
વધસ્થાનેથી મૃતક જીવનું તાજું રક્તમય માંસ, લોહી બસ્તિપુટકમાં લાવ્યા, શ્રેણિક રાજાને સૂવડાવીને તેના ઉદર ૫૨ ૨ક્તમય માંસનો ટૂકડો બસ્તિપુટકથી વેષ્ટિત કર્યો અર્થાત્ પેટ ઉપર રાખેલા માંસને ચારેબાજુથી ઢાંકી દીધું.
અર્ધમાગધી કોશમાં આ શબ્દનો અર્થ – 'પેટના અંદરનો એક અવયવ–પેડુ' કર્યો છે. તેથી પેટના અંદરના આંતરડાથી તે માંસને વેષ્ટિત કર્યું. તેવો અર્થ પણ થાય છે.
સંવતિ રનેળ વડુ :- બસ્તિપુટકથી માંસના ટુકડાને વેષ્ટિત કર્યાના વર્ણન પછી આ વાક્ય છે. તેનું તાત્પર્ય એ છે કે તે સૂત્રોક્ત વિધિએ રાજાના પેટ પર માંસ રાખીને, વેષ્ટિત કરીને પછી રાણીને ખબર ન પડે તે રીતે તેને વસ્ત્રાદિથી ઢાંકી દીધું. અર્થાત્ રાજાના ઉદર પર માંસનો ટુકડો રાખ્યો છે તેવી ખબર ન