________________
|
२२ ।
શ્રી નિરયાવલિકા સૂત્ર
હે પિતાજી! પહેલા તો આપ મને જોઈને ખુશ, સંતુષ્ટ થાવત્ આનંદિત હૃદયવાળા થતા હતા પરંતુ આજે કયા કારણથી મારી સામે પણ જોતા નથી ભાવતુ આર્તધ્યાનમાં બેઠા છો? મને આ વાત સાંભળવા યોગ્ય માનતા હો તો, જે વાત હોય તે યથાર્થ રૂપે નિઃસંકોચપણે કહો. જેથી હું તેનો ઉપાય શોધું. १९ तए णं से सेणिए राया अभयं कुमारं एवं वयासी- णत्थि णं पुत्ता ! से केइ अढे, जस्स णं तुम अणरिहे सवणयाए । एवं खलु पुत्ता ! तव चुल्लमाउया चेल्लणाए देवीए तस्स ओरालस्स जाव महासुमिणस्स तिण्हं मासाणं बहुपडिपुण्णाणं जाव जाओ णं मम उयरवलिमसेहि सोल्लेहि य जाव दोहलं विणेति । तए णं सा चेल्लणा देवी तंसि दोहलंसि अविणिज्जमाणंसि सुक्का जाव झियाइ । तए णं अहं पुत्ता ! तस्स दोहलस्स संपत्तिणिमित्तं बहूहि आएहिं य जाव ठिई वा अविंदमाणे ओहय जाव झियामि । ભાવાર્થ - અભયકુમારના આ પ્રમાણે કહેવાથી શ્રેણિકરાજાએ કહ્યું- હે પુત્ર! એવી કોઈ વાત નથી કે જે તારાથી છાની રાખવાની હોય. પરંતુ હે પુત્ર ! તારી લઘુમાતા ચેલણા દેવીને મહાસ્વપ્નના ત્રીજા માસ અંતે દોહદ ઉત્પન્ન થયો છે કે જે માતાઓ શ્રેણિકના (મારા) ઉદરાવલી (કાળજા)ના માંસને પકાવીભૂંજીને ભાવતું દોહદ પૂર્ણ કરે છે તેને ધન્ય છે ઈત્યાદિ. ચેલણા દેવીનો તે દોહદ પૂરો ન થવાથી તે શુષ્ક વાવ ચિંતિત રહે છે. તેથી હે પુત્ર! તે દોહદ પૂર્ણ કરવા માટે મેં અનેક ઉપાયો વિચાર્યા પરંતુ દોહદ પૂર્ણ થઈ શકે તેમ નથી, તેથી હું ઉદાસીન યાવત્ આર્તધ્યાનમાં લીન છું. २० तए णं से अभएकुमारे सेणियं रायं एवं वयासी- मा णं ताओ ! तुब्भे ओहय जाव झियायह, अहं णं तहा जत्तिहामि, जहा णं मम चुल्लमाउयाए चेल्लणाए देवीए तस्स दोहलस्स संपत्ती भविस्सइ, त्ति कटु सेणियं रायं ताहिं इट्ठाहिं जाव वग्गूहि समासासेइ, समासासित्ता जेणेव सए गिहे तेणेव उवागच्छइ, उवागच्छित्ता अब्भितरए रहस्सियए ठाणिज्जे पुरिसे सद्दावेइ, सद्दावित्ता एवं वयासी- गच्छह णं तुब्भे देवाणुप्पिया ! सूणाओ अल्लं मंसं रुहिरं बत्थिपुडगं च गिण्हह ।। ભાવાર્થ :- શ્રેણિક રાજાના આ મનોગત ભાવને સાંભળ્યા પછી અભયકુમારે આ પ્રમાણે કહ્યુંપિતાજી! આપ ભગ્નમનોરથવાળા ન થાઓ યાવતું ચિંતા ન કરો. હું એવો ઉપાય કરીશ, જેથી મારા લઘુ માતાનો દોહદ પૂર્ણ થઈ જશે.
આ પ્રમાણે શ્રેણિક રાજાને ઈષ્ટ, પ્રિય આદિ વચનોથી આશ્વાસન આપ્યા પછી અભયકુમાર જ્યાં પોતાનું ભવન હતું ત્યાં આવ્યા અને અંગત વિશ્વાસુ પુરુષોને બોલાવી અને આ પ્રમાણે કહ્યું કેદેવાનુપ્રિયો ! તમે જાઓ અને કસાઈખાનામાંથી તાજું રક્તમય માંસ અને બસ્તિપુટક(તે માંસને ઢાંકી