________________
[ ૨૦]
શ્રી નિરયાવલિકા સૂત્ર
પતિના કાળજાનું માંસ ખાવાનો દોહદ થયો હતો. દોહદ – ગર્ભગત જીવના વિશિષ્ટ પ્રભાવથી ત્રીજા મહિના પછી માતાને જે વિશિષ્ટ ઈચ્છા, તમન્ના ઉત્પન્ન થાય છે, તેને દોહદ કહે છે. ૩ય૨વૃત્તિમfÉ – ઉદરાવલી માંસ, જો કે ૩૬૨ + આવતિનો અર્થ "પેટના અંદરના આંતરડા" એમ થાય છે પરંતુ અર્ધમાગધી કોશમાં આ શબ્દનો અર્થ કાળજાનું માંસ સ્પષ્ટ રીતે કર્યો છે અને પરંપરામાં પણ તે જ અર્થ પ્રચલિત છે. પૂ. ઘાસીલાલજી મ. સા.એ આ શબ્દનો છાયાનુવાદ જ કર્યો છે. ટીકાકારે પણ આ શબ્દનો અર્થ કર્યો નથી.
ઉદરાવલી માંસનો અર્થ "ઉદર અંતર્ગત અવયવોનું માંસ" થાય છે. ગર્ભગત જીવ રાજાને મારવાનો નિશ્ચય કરીને આવ્યો હતો. કાળજું શરીરનું મુખ્ય અંગ છે. આ અંગેનો નાશ થતાં વ્યક્તિનું મૃત્યુ નિશ્ચિતરૂપે થઈ જાય તેથી ઉદરાવલીથી ઉદર અંતર્ગત અંગમાંથી 'કાળજાનું માંસ' અર્થ ગ્રહણ કરવાની પરંપરા ચાલી હશે.
કોશિકનો પૂર્વભવઃ- રાણી ચેલણાના ગર્ભગત જીવના પૂર્વભવનું વર્ણન પ્રસ્તુત આગમમાં કે અન્ય કોઈ પણ આગમમાં પ્રાપ્ત થતું નથી પરંતુ કથાગ્રંથો અનુસાર તે માસ–માસખમણની તપસ્યા કરનાર તાપસ હતો. શ્રેણિક રાજા પૂર્વ જીવનમાં તાપસોના સંગ અને રંગથી રંગાયેલા હતા. તેથી એકદા તેણે તાપસને મા ખમણના પારણાનું નિમંત્રણ આપ્યું. પારણાના દિવસે એક જ ઘેર જવું અને ત્યાંથી જે આહાર પાણી પ્રાપ્ત થાય, તેનાથી જ પારણુ કરવું અને જો એક ઘેરથી આહાર પાણી પ્રાપ્ત ન થાય તો બીજું માખમણ કરવું, તેવો તાપસને અભિગ્રહ–સંકલ્પ હતો.
તાપસ પારણાના દિવસે શ્રેણિક રાજાના રાજમહેલમાં ગયો પરંતુ કોઈ કારણવશાત્ રાજા ભૂલી ગયા અને કોઈ વિશેષ પરિસ્થિતિવશ દ્વારપાળે તાપસને મહેલમાં પ્રવેશ કરવા દીધો નહીં. તાપસે ક્રોધિત થઈ બીજા માસખમણના પચ્ચકખાણ કરી લીધા. પછી રાજાને તાપસના પારણાનું સ્મરણ થયું. તેથી તાપસની ક્ષમાયાચના કરીને, બીજા પારણાનું આમંત્રણ આપ્યું. ક્રમશઃ બીજા, ત્રીજા માસખમણના પારણાના દિવસે પણ કોઈને કોઈ પ્રસંગ વશ રાજાને ત્યાં તાપસને આહાર પાણીની પ્રાપ્તિ ન થઈ. તાપસ અત્યંત કુદ્ધ થયો. ખિન્ન પરિણામે તેણે માવજીવન આહાર પાણીનો ત્યાગ કરી, સંથારો કર્યો. તાપસના અંતરમાં રાજા શ્રેણિક પ્રતિ વૈર અને દ્વેષનો ભાવ દઢીભૂત થયો. તે નિયાણું કરી, મૃત્યુ પામી, શ્રેણિક રાજાનું વૈર પૂર્ણ કરવા, ચેલણા રાણીના ગર્ભમાં ઉત્પન્ન થયો. આ કારણે ગર્ભગત જીવના પૂર્વ ભવસંબંધી વૈરના પ્રભાવે રાણીને શ્રેણિકના કાળજાના માંસ ખાવાનો દોહદ થયો હતો.
શ્રેણિકનું ચલણારાણીને આશ્વાસન :१७ तए णं से सेणिए राया चेल्लणं देवि एवं वयासी- मा णं तुम देवाणुप्पिए! ओहय जाव झियाहि । अहं णं तहा जत्तिहामि जहा णं तव