________________
| નિરયાવલિકા વર્ગ-૧ અધ્ય.-૧
૧૯ ]
तए णं सा चेल्लणा देवी सेणियस्स रण्णो एयमटुं णो आढाइ, णो परियाणइ, तुसिणीया सचिट्ठइ । ભાવાર્થ :- ચેલણા રાણીની અંગપરિચારિકાએ તેની સૂકાયેલી, ફીકી આદિ પૂર્વોક્ત અવસ્થા જોઈને, શ્રેણિક રાજાની પાસે જઈ, બે હાથ જોડી, આવર્તપૂર્વક મસ્તક પર અંજલિ કરી, આ પ્રમાણે કહ્યું– હે સ્વામિનુ! ખબર નથી કે ચલણા રાણી કયા કારણથી સુકાઈ ગયા છે તથા દુઃખિત થઈને આર્તધ્યાન કરે છે.
મહારાજા શ્રેણિક દાસીઓ પાસેથી આ વાત સાંભળીને આકુળ-વ્યાકુળ થતાં ચેલણા રાણી પાસે આવ્યા અને તેની પૂર્વોક્ત અવસ્થા જોઈને કહ્યું- હે દેવાનુપ્રિયે ! તમે શા માટે શુષ્ક શરીરવાળા યાવત ચિંતાગ્રસ્ત બની ગયા છો? પરંતુ ચલણા રાણીએ શ્રેણિક રાજાના આ પ્રશ્નનો આદર ન કર્યો, તેનો જવાબ ન આપ્યો અને મૌન બેઠી રહી. १६ तए णं से सेणिए राया चेल्लणं देविं दोच्चं पि तच्चंपि एवं वयासीकिण्णं अहं देवाणुप्पिए एयमटुं णो अरिहे सवणयाए, जणं तुम एयमद्वं रहस्सीकरेसि?
तए णं सा चेल्लणादेवी सेणिएणं रण्णा दोच्चं पि तच्चं पि एवं वुत्ता समाणी सेणियं रायं एवं वयासी- णत्थि णं सामी ! से केइ अतु, जस्स णं तुब्भे अणरिहे सवणयाए, णो चेव णं इमस्स अट्ठस्स सवणयाए । एवं खलु सामी ! मम तस्स ओरालस्स जाव महासुमिणस्स तिण्हं मासाणं बहुपडिपुण्णाणं अयमेयारूवे दोहले पाउब्भूए-धण्णाओ णं ताओ अम्मयाओ, जाओ णं तुब्भं उयरवलिमसेहि सोल्लएहि य जाव दोहलं विणेति । तए णं अहं सामी ! तसि दोहलसि अविणिज्जमाणंसि सुक्का भुक्खा जाव झियामि । ભાવાર્થ :- ત્યારે શ્રેણિક રાજાએ બે-ત્રણવાર ફરીથી આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયે ! શું હું તમારી આ વાત સાંભળવા લાયક નથી કે જેથી તમે મારાથી વાત છૂપી રાખો છો?
આ પ્રમાણે બે-ત્રણવાર રાજાએ પૂછયું ત્યારે રાણી બોલી- હે સ્વામી ! એવી કોઈ વાત નથી, જે આપનાથી છૂપી હોય અથવા આપ તેને સાંભળવા યોગ્ય ન હો, તેવું પણ નથી પરંતુ હે સ્વામી! તે વાત આ પ્રમાણે છે કે તે ઉદાર સ્વપ્નનાં ફળસ્વરૂપ ગર્ભના ત્રીજા મહિનાના અંતે મને એવો દોહદ ઉત્પન્ન થયો છે કે– તે માતાને ધન્ય છે જે પોતાના પતિના કાળજાના માંસને પકાવીને યાવત્ મદિરાથી પોતાનો દોહદ પૂરો કરે છે. તે સ્વામી! તે દોહદ પૂરો નહીં થવાથી હું શુષ્ક શરીરવાળી યાવત ચિંતાગ્રસ્ત બની ગઈ છું.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં રાણી ચેલણાના દોહદનું નિરૂપણ છે. ચેલણા રાણીને ગર્ભગત જીવના પ્રભાવે