________________
શ્રી નિરયાવલિકા સૂત્ર
केरिसएहिं आरंभसमारंभेहिं केरिसएहिं भोगेहिं केरिसएहिं संभोगेहिं केरिसए हिं भोगसंभोगेहिं केरिसएण वा असुभकडकम्मपब्भारेणं कालमासे कालं किच्चा चउत्थीए पङ्कप्पभाए पुढवीए जाव णेरइयत्ताए उवण्णे ?
૧૬
एवं खलु गोयमा ! तेणं कालेणं तेणं समएणं रायगिहे णामं णयरे होत्था, रिद्धित्थिमियसमिद्धे । तत्थ णं रायगिहे णयरे सेणिए णामं राया होत्था, महया हिमवंत जाव रायवण्णओ । तस्स णं सेणियस्स रण्णो णंदा णामं देवी होत्था सूमालपाणिपाया जाव विहरइ । तस्स णं सेणियस्स रण्णो पुत्ते णंदाए देवीए अत्तए अभए णामं कुमारे होत्था, सूमालपाणिपाया जाव सुरूवे । सामदामभेयदंड जाव विसारए जहा चित्तो जाव रज्जधुराए चिंतए यावि होत्था । तस्स णं सेणियस्स रण्णो चेल्लणा णामं देवी होत्था, सूमालपाणिपाया जाव विहरइ ।
तणं सा चेल्लणा देवी अण्णया कयाइ तंसि तारिसगंसि वासघरंसि जाव सीहं सुमिणे पासित्ताणं पडिबुद्धा, जहा पभावई जावसुमिणपाढगा पडिविसज्जिया जाव चेल्लणा से वयणं पडिच्छित्ता जेणेव सए भवणे तेणेव अणुपविट्ठा ।
ભાવાર્થ :- હે ભગવન્ ! તે કાલકુમાર હિંસા—અસત્ય આદિ કેવી જાતના સાવધ અનુષ્ઠાનરૂપ આરંભથી, શસ્ત્ર વડે પ્રાણીઓનો નાશ કરવા રૂપ સમારંભથી, બંને પ્રકારના મિશ્ર અનુષ્ઠાનરૂપ આરંભ સમારંભથી તેમજ કેવી જાતના શબ્દાદિ વિષયભોગથી, કેવા પ્રકારની તીવ્ર અભિલાષાથી ઉત્પન્ન થતા વિષયોના સંભોગથી તથા કેવી જાતના મહારંભ અને મહાપરિગ્રહરૂપ વિષયોની અભિલાષરૂપ ભોગોપભોગથી તેમજ કેવા અશુભ કર્મોના ભારથી મૃત્યુ પામીને ચોથી નરકમાં ગયો ?
હે ગૌતમ ! તેનું કારણ આ પ્રમાણે છે– તે કાલે અને તે સમયે રાજગૃહ નામનું નગર હતું. તે નગર ઋદ્વિ–વૈભવથી સંપન્ન, શત્રુઓના ભયથી રહિત અને ધન-ધાન્યાદિની સમૃદ્ધિથી યુક્ત હતું. તે રાજગૃહ નગરમાં હિમાલયપર્વત જેવા મહાન શ્રેણિકરાજા રાજ્ય કરતા હતા. તે શ્રેણિકરાજાને અત્યંત સુકુમાર હાથપગ આદિ અંગોપાંગવાળી નંદા નામની રાણી હતી. જે મનુષ્યસંબંધી સુખોનો અનુભવ કરતી રહેતી હતી. શ્રેણિકરાજાનો પુત્ર । અને નંદારાણીનો આત્મજ અભય નામનો રાજકુમાર હતો. જે સુકુમાર હાથપગ આદિ અંગોપાંગવાળો યાવત્ રૂપવાન હતો. તે સામ, દામ, દંડ, ભેદ આદિ રાજનીતિમાં નિપુણ હતો યાવત્ ચિત્ત સારથિની જેમ રાજકાર્યને દક્ષતાપૂર્વક કરતો હતો.
શ્રેણિકરાજાની ચેલણા નામની બીજી રાણી હતી. જે સુકુમાર હાથપગ આદિ અંગોપાંગવાળી યાવત્ સુખપૂર્વક રહેતી હતી.
એકવાર તે શયનગૃહમાં ચિંતા આદિથી મુક્ત બની સુખશય્યા પર સૂતી હતી. ત્યારે તેણે સ્વપ્નમાં