________________
નિરયાવલિકા વર્ગ-૧: અધ્ય.-૧
|
[ ૧૭ ]
સિંહ જોયો, સ્વપ્ન જોઈને તે જાગૃત થઈ. પ્રભાવતી દેવીની જેમ રાજાને સ્વપ્ન કહ્યું. રાજાએ સ્વખપાઠકોને બોલાવ્યા અને સ્વપ્નનું ફળ પૂછ્યું. સ્વપ્નપાઠકોએ સ્વપ્નફળ કહ્યું. રાજાએ તેને પ્રીતિદાન આપી વિદાય કર્યા યાવત સ્વપ્નફળ સાંભળી હર્ષ પામી, રાણી પોતાના મહેલમાં ગઈ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં કાલકુમારની નરકગતિના કારણનું સ્પષ્ટીકરણ કરતાં સૂત્રકારે કોણિક રાજાનું જીવનવૃતાંત કહ્યું છે. તેનો પ્રારંભ કરતાં સૂત્રમાં શ્રેણિક રાજા, ચેલણા રાણી અને અભયકુમારનો પરિચય આપ્યો છે.
નંદ નિત્તો:- આ સંક્ષિપ્ત પાઠથી અભયકુમારના ગુણોનું વર્ણન ચિત્ત સારથીની જેમ સમજવાનું કહ્યું છે. રાજપ્રશ્રીય સૂત્રમાં પરદેશી રાજાના વૃત્તાંતમાં ચિત્તસારથીનું વર્ણન છે. તે પરદેશી રાજાના મંત્રી સમાન હતો. તે સામ, દામ, દંડ અને ભેદ ચાર પ્રકારની રાજનીતિઓનો જાણકાર હતો. ઔત્પાતિકી, વૈનયિકી, કાર્મિક અને પારિણામિકી, આ ચાર પ્રકારની બુદ્ધિથી યુક્ત હતો. બુદ્ધિ બળે તે મુશ્કેલ કાર્ય પણ સરળતાથી કરી લેતો હતો. પારિવારિક સમસ્યાઓ, ગુપ્ત અને રહસ્યમય કાર્યો અંગે રાજાને સાચી સલાહ આપતો હતો. તે રાજ્યશાસનનો પ્રમુખ હતો. આ જ પ્રમાણે અભયકુમાર પણ રાજાશ્રેણિકના પ્રત્યેક કાર્યનો કર્તા હતો. રાજ્યના ગુપ્ત રહસ્ય પણ જાણતો હતો. ગઈ પમવ- હસ્તિનાપુરનગરના બલરાજાની રાણી પ્રભાવતી હતી. ભગવતી સૂત્ર શતક–૧૧, ઉદ્દેશક–૧૧માં મહાબલના જીવનનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. મહાબલ ગર્ભમાં આવ્યા ત્યારે પ્રભાવતીદેવીએ સ્વપ્નમાં શુભ લક્ષણોવાળા સિંહને જોયો હતો. સ્વપ્નદર્શન પછી બલરાજાને સ્વપ્નની વાત કરી. બલરાજાએ પોતાના જ્ઞાનના આધારે સ્વપ્નનું શુભ ફળ બતાવ્યું કે કુળના ભૂષણરૂપ પુત્રનો જન્મ થશે. પછી રાજાએ સવારે સ્વપ્નપાઠકોને બોલાવ્યા. તેઓએ વિસ્તારથી સ્વપ્નશાસ્ત્રનું વર્ણન કરીને કહ્યું કે આપને રાજકુમારની પ્રાપ્તિ થશે. તે રાજકુમાર વિશાળ રાજ્યનો સ્વામી થશે અથવા જ્ઞાન-ધ્યાન તપથી સંપન્ન મહાન અણગાર થશે ઈત્યાદિ.
આ પ્રમાણે પ્રભાવતીની જેમ રાણી ચેલણાની કુક્ષિમાં આવનાર બાળક પણ મહાન રાજા થશે, તેમ સ્વપ્નપાઠકોએ સ્પષ્ટ કર્યું. આરંભ-સમારંભ :- આ શબ્દોનો પ્રયોગ બે પ્રકારે થાય છે. (૧) સંરંભ, સમારંભ અને આરંભ આ ત્રણ ક્રમિક શબ્દ પ્રયોગ થતાં ક્રમશઃ પાપનો સંકલ્પ, પૂર્વતૈયારી અને પાપાચરણ અર્થ થાય છે. (૨) આરંભ, સમારંભ આ રીતે બે શબ્દોનો પ્રયોગ થતાં આરંભ શબ્દથી સામાન્ય સાવધ પ્રવૃત્તિ અને સમારંભથી વિશેષ આરંભ પ્રવૃત્તિનું ગ્રહણ થાય છે અને બંને શબ્દનો સંયુક્ત પ્રયોગ થતાં નાના મોટા વિવિધ પાપોથી સંયુક્ત પ્રવૃત્તિનું ગ્રહણ થાય છે. પ્રસ્તુત સૂત્રમાં બીજા પ્રકારનો શબ્દ પ્રયોગ થયો છે. ચેલણાનો દોહદ અને આર્તધ્યાન :१४ तए णं तीसे चेल्लणाए देवीए अण्णया कयाइ तिण्हं मासाणं बहुपडिपुण्णाणं