________________
નિરયાવલિકા વર્ગ–૧ : અધ્ય.-૧
પડી જાય છે, તેમ મૂર્છિત થઈને જમીન ઉપર(ધબ દઈને) પડી ગઈ.
થોડીવાર પછી જ્યારે કાલીદેવી કંઈક સ્વસ્થ બની ત્યારે ઊભી થઈ અને ભગવાનને વંદન નમસ્કાર કરીને રુંધાયેલા સ્વરથી બોલી– હે ભગવાન ! જેમ આપ કહો છો તેમજ છે, યથાર્થ છે, શંકારહિત છે, સત્ય છે. એમ કહી ભગવાનને ફરી વંદન નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરીને તે જ ધાર્મિક રથમાં બેસીને પોતાના સ્થાને ગઈ.
૧૫
ગૌતમની જિજ્ઞાસા : કાલકુમારની ગતિ :
१२ भंते ! त्ति भगवं गोयमे समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी - काले णं भंते ! कुमारे तिहिं दंतिसहस्सेहिं जाव रहमुसलं संगामं संगामेमाणे चेडएणं रण्णा एगाहच्चं कूडाहच्चं जीवियाओ ववरोविए समाणे कालमासे कालं किच्चा कहिं गए, कहिं उववण्णे ?
गोयमा ! त्ति समणे भगवं महावीरे भगवं गोयमं एवं वयासी- एवं खलु गोयमा ! काले कुमारे तिहिं दंतिसहस्सेहिं जाव रहमुसलं संगामं संगामेमाणे चेडएणं रण्णा एगाहच्चं कूडाहच्चं जीवियाओ ववरोविए समाणे कालमासे कालं किच्चा चउत्थीए पङ्कप्पभाए पुढवीए हेमाभे णरए दससागरोवमठिइए सु णेरइएसु णेरइयत्ताए उववण्णे ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! આ પ્રમાણે સંબોધન કરીને ગૌતમ સ્વામીએ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન–નમસ્કાર કર્યા અને પોતાની જિજ્ઞાસા વ્યક્ત કરતાં આ પ્રમાણે પૂછ્યું– હે ભગવન્ ! ત્રણ હજાર હાથી આદિની સાથે કાલકુમાર રથમુશલ સંગ્રામમાં લડાઈ કરતો ચેડારાજાના એક જ પ્રહારથી મૃત્યુ પામીને ક્યાં ગયો ? ક્યાં ઉત્પન્ન થયો ?
ઉત્તર- હે ગૌતમ ! આ પ્રમાણે સંબોધન કરીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ ગૌતમ સ્વામીને આ પ્રમાણે કહ્યું– ગૌતમ ! ત્રણ હજાર હાથી આદિની સાથે યુદ્ધમાં ગયેલો તે કાલકુમાર જીવનરહિત થઈને મૃત્યુના સમયે મૃત્યુ પામી ચોથી પંકપ્રભા નામની નરકમાં હેમાભ નામના નરકાવાસમાં દશ સાગરોપમની સ્થિતિવાળા નારકી રૂપે ઉત્પન્ન થયો.
-: કોણિક જીવન :
કોણિકનું ચેલણાની કુક્ષિમાં આગમન :
१३ काले णं भंते ! कुमारे केरिसएहिं आरंभेहिं केरिसएहिं समारंभेहिं