________________
શ્રી નિરયાવલિકા સૂત્ર
છે. ત્યાર પછી પોતાના પુત્રના જય-પરાજય વિષયક માતા કાલીનો પ્રશ્ન અને સર્વજ્ઞ પ્રભુનો ઉત્તર છે. સાવથમ આરાહિત્તા ભવજ્ઞઃ- ધર્મદેશનાના ઉપસંહાર રૂપે આ અંતિમ વાક્ય છે. તેમાં શ્રાવક શ્રાવિકાની આરાધનાનું કથન છે. શ્રમણ શ્રમણીની આરાધનાનું કથન પણ ધર્મ દેશનામાં હોય જ છે. અહીં નાવ શબ્દમાં તે સમાવિષ્ટ છે.
૧૪
ઘેડપ્ રાયા :– પ્રસ્તુત સૂત્રમાં ચેડા રાજા માટે 'ચેહમ્' શબ્દ પ્રયોગ છે તેનો અર્થ ચેટક રાજા થાય છે, તેમ છતાં અહીં અનુવાદમાં 'ચેડારાજા' તે પ્રચલિત શબ્દનો પ્રયોગ રાખ્યો છે.
પ્રસ્તુત સૂત્રમાં ચેડારાજા તીવ્ર ક્રોધાયમાન થયાનું વર્ણન છે. તે ક્રોધ યુદ્ધકાલ પર્યંતનો, શરણાગતની રક્ષા માટેનો અને ન્યાયસંગત હતો. પંચેન્દ્રિય જીવની ઘાત કરવા છતાં તેમનો ક્રોધ અનંતાનુબંધી ન હતો. તેથી જ યુદ્ધ કરવા છતાં ગૃહસ્થનું શ્રાવકપણું કે પાંચમું ગુણસ્થાન ટકી રહે છે.
શાસ્ત્રોમાં શ્રમણો માટે ત્રણે કાલ સંબંધી નિમિત્ત કથનનો નિષેધ છે. તેમ છતાં વીતરાગ પ્રભુ મહાવીરે કાલી રાણીને કાલકુમાર સંબંધી પ્રશ્નનો ઉત્તર આપ્યો, તેનું કારણ આ પ્રમાણે સમજવું. (૧) ભગવાને આપેલો ઉત્તર નિમિત્ત કથનરૂપ નથી. નિમિત્ત કથનમાં અનુમાન અને ગણિતપૂર્વક ફલાદેશનું કથન હોય છે. જ્યારે પ્રભુએ તો કેવળજ્ઞાનથી આલોકિત ઘટનાનું કથન કર્યું હતું.
(૨) ભગવાને પોતાના જ્ઞાનમાં એ પણ જોયું હતું કે પુત્રવિયોગ કાલીરાણીના વૈરાગ્યનું નિમિત્ત બનવાનો છે. તે ઉપરાંત વિશિષ્ટ જ્ઞાની માટે સામાન્ય નિયમ લાગુ પડતા નથી.
કાલી રાણીની મોહદશા :
११ तणं सा काली देवी समणस्स भगवओ महावीरस्स अंतियं एयमट्ठ सोच्चा णिसम्म महया पुत्तसोएणं अप्फुण्णा समाणी परसुणियत्ता विव चंपगलया धसत्ति धरणीयलंसि सव्वङ्गेहिं सण्णिवडिया ।
तए णं सा काली देवी मुहुत्तंतरेण आसत्था समाणी उट्ठाए उट्ठेइ उट्ठित्ता समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासीમેય ભંતે! તહમેય તે! અવિતતમેય તે! અસવિક્રમેય તે! સત્ત્વે " મતે ! एसमट्ठे, जहेयं तुब्भे वयह त्ति कट्टु समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता तमेव धम्मियं जाणप्पवरं दुरूह, दुरूहित्ता जामेव दिसिं पाउब्भूया तामेव दिसिं पडिगया।
ભાવાર્થ :- શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પાસેથી પોતાના પુત્રનું ઉપરોક્ત વૃત્તાંત સાંભળીને અને હૃદયમાં અવધારણ કરીને કાલીરાણી પુત્રશોકથી ઉદ્વિગ્ન બનીને, જેમ કુહાડીથી કપાયેલી ચંપકલતા