________________
નિરયાવલિકા વર્ગ-૧ : અધ્ય.—૧
काली ! त्ति समणे भगवं महावीरे कालिं देविं एवं वयासी- एवं खलु काली ! तव पुत्ते काले कुमारे तिहिं दंतिसहस्सेहिं जाव कूणिएणं रण्णा सद्धि रहमुसलं संगामं संगामेमाणे हयमहिय-पवरवीरघाइय- णिवडिय - चिंधज्झयपडागे णिरालोयाओ दिसाओ करेमाणे चेडगस्स रण्णो सपक्खं सपडिदिसिं रहेण पडिरहं हव्वमागए ।
૧૩
तए णं से चेडए राया कालं कुमारं एज्जमाणं पास, पासित्ता आसुरत्ते जाव मिसिमिसेमाणे धणुं परामुसइ, परामुसित्ता उसुं परामुसइ, परामुसित्ता वइसाहं ठाणं ठाइ, ठाइत्ता आययकण्णाययं उसुं करेइ, करेत्ता कालं कुमारं ए गाहच्चं कूडाहच्चं जीवयाओ ववरोवेइ । तं कालगए णं काली ! काले कुमारे, णो चेव णं तुमं कालं कुमारं जीवमाणं पासिहिसि ।
ભાવાર્થ :- ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીરે તે કાલીદેવી અને વિશાળ જનપરિષદને ધર્મદેશના આપી. [ઔપપાતિક સૂત્ર પ્રમાણે ધર્મદેશનાનું કથન કરવું જોઈએ] યાવત્ આ ધર્મના આચરણમાં ઉપસ્થિત શ્રાવક અને શ્રાવિકા, વ્રત આરાધનાથી જિનાજ્ઞાના આરાધક થાય છે.
ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પાસેથી ધર્મશ્રવણ કરી, હૃદયમાં ધારીને કાલી રાણી હર્ષિત, સંતુષ્ટ યાવત્ વિકસિત હૃદયવાળી થઈને શ્રમણ ભગવાનને ત્રણ વાર વંદન–નમસ્કાર કરીને આ પ્રમાણે પૂછ્યું– હે ભગવન્ ! મારો પુત્ર કાલકુમાર ત્રણ હજાર હાથીઓ સહિત યાવત્ રથમૂશલ સંગ્રામમાં ગયો છે, તો હે ભગવન્ ! શું તે વિજયી થશે કે નહીં ? યાવત્ શું હું કાલકુમારને જીવતો જોઈ શકીશ ?
પ્રત્યુત્તરમાં, હે કાલી ! આ પ્રમાણે સંબોધન કરીને શ્રમણ ભગવાન મહાવીરે કાલીરાણીને આ રીતે કહ્યું– તારો પુત્ર કાલકુમાર ત્રણ હજાર હાથી સહિત કોણિક રાજાની સાથે રથમૂશલ સંગ્રામમાં યુદ્ધ કરતો, વીર યોદ્ધાઓને મારતો, મર્દિત કરતો, ઘાત પહોંચાડતો અને તેની સંકેત સૂચક ધ્વજા–પતાકાઓને નીચે પછાડતો, દિશા–વિદિશાઓને અંધકારમય કરતો, પોતાના રથ સહિત ચેડારાજાના રથ સામે આવી પહોંચ્યો.
ચેડા રાજાએ આ રીતે સામે આવતા કાલકુમારને જોયો કે તરત તેને ક્રોધ આવ્યો યાવત્ દાંત કચકચાવીને ધનુષ્ય ઉપાડ્યું અને બાણ હાથમાં લઈ ધનુષ્ય પર ચઢાવી, કાન સુધી પણછ ખેંચીને એક જ વારમાં તીવ્ર પ્રહારથી કાલકુમારને આહત કરીને, રક્તરંજિત બનાવી, જીવનથી રહિત કરી દીધો. તેથી હે કાલી ! તે કાલકુમાર મૃત્યુને પામ્યો છે, માટે હવે તું કાલકુમારને જીવતો જોઈ શકીશ નહીં. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ઔપપાતિક સૂત્રાનુસાર પ્રભુની ધર્મદેશનાનું સંક્ષિપ્ત વર્ણન નાવ પાઠથી કર્યું