________________
[ ૧૨ |
શ્રી નિરયાવલિકા સૂત્ર
पासइ, पासित्ता धम्मियं जाणप्पवरं ठवेइ, ठवेत्ता धम्मियाओ जाणप्पवराओ पच्चोरुहइ पच्चोरुहित्ता बहूहिं खुज्जाहिं जाव महत्तरगविंदपरिक्खित्ता जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता समणं भगवं महावीरं तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ, करेत्ता वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता ठिया चेव सपरिवारा सुस्सूसमाणी णमंसमाणी अभिमुहा विणएणं पंजलिउडा पज्जुवासइ। ભાવાર્થ :- ત્યાર પછી કાલીદેવી સ્નાન કરી યાવતુમહામૂલ્યવાન પરંતુ અલ્પ ભારવાળાં આભૂષણોથી વિભૂષિત થઈને, કુબ્બા દાસીઓ યાવતું મહત્તરા દાસીઓના સમૂહથી ઘેરાયેલી અંતઃપુરમાંથી નીકળી, નીકળીને બાહ્ય ઉપસ્થાન શાળા(સભાભવન)પાસે જ્યાં ધાર્મિક રથ તૈયાર કરેલો હતો, ત્યાં આવી અને તે રથમાં બેઠી, બેસીને પોતાના પરિજનો અને પરિવારને સાથે લઈને ચંપાનગરીની મધ્યમાં થઈને નીકળી અને જ્યાં પૂર્ણભદ્ર ઉધાન હતું ત્યાં પહોંચીને તીર્થકરોના છત્રાદિ અતિશયો(પ્રાતિહાર્યો)ને જોતાં જ ધાર્મિક શ્રેષ્ઠ રથને ઊભો રાખ્યો. તેણી રથમાંથી નીચે ઊતરી અને કુન્શા યાવતું મહત્તરા વગેરે અનેક દાસી વૃંદની સાથે જ્યાં શ્રમણ ભગવાન મહાવીર બિરાજમાન હતા ત્યાં ગઈ ત્રણ વાર આદક્ષિણા પ્રદક્ષિણા કરીને વંદના, નમસ્કાર કર્યા અને સપરિવાર ભગવાનની દેશના સાંભળવા માટે ભક્તિપૂર્વક નમસ્કાર કરી, વિનયપૂર્વક અંજલિ જોડીને સન્મુખ રહીને, પર્યાપાસના કરવા લાગી. વિવેચન :
ઉક્ત ગધાંશોમાં સંતાન પ્રતિ માતૃહૃદયની મનોભાવનાઓનું દર્શન કરાવ્યું છે. સંતાનો અલ્પ સંકટમાં હોય તો પણ માતાનું હૃદય સતત ચિંતિત રહે છે, તેનું મન આકુળ-વ્યાકુળ બની જાય છે. તેને મનમાં શાંતિ રહેતી નથી. સંતાનનું સંકટ નિવારવા મંત્ર, તંત્ર આદિ અનેકવિધ પ્રયત્નો કરે છે અને પોતાના સંતાનો માટે જાગેલી અનિષ્ટ આશંકાને દૂર કરવાનો ઉપાય જાણવા માટે ઉત્સુક રહે છે. કાલીરાણી પણ આ ભાવના સાથે ભગવાનના સમોસરણમાં ઉપસ્થિત થઈ હતી. ભગવાનની દેશના ? કાલીરાણીની જિજ્ઞાસા :१० तए णं समणे भगवं महावीरे कालीए देवीए, तीसे य महइमहालियाए परिसाए धम्म परिकहेइ जाव एयस्स धम्मस्स सिक्खाए उवट्ठिए समणोवासए वा समणोवासिया वा विहरमाणा आणाए आराहए भवइ ।
तए णं सा काली देवी समणस्स भगवओ महावीरस्स अंतियं धम्म सोच्चा णिसम्म हट्टतुट्ठ जाव विसप्पमाणहियया समणं भगवं महावीरं तिक्खुत्तो जाव एवं वयासी- एवं खलु भंते ! मम पुत्ते काले कुमारे तिहिं दंतिसहस्सेहिं जाव रहमुसलं संगामं ओयाए । से णं भंते! किं जइस्सइ, णो जइस्सइ जाव काले णं कुमारे अहं जीवमाणं पासिज्जा ?