________________
[ ૧૦ |
શ્રી નિરયાવલિકા સૂત્ર
ભાવાર્થ :- ત્યાર પછી એક વખત કાલકુમાર ત્રણ હજાર હાથી, ત્રણહજાર રથ, ત્રણ હજાર ઘોડા અને ત્રણ કરોડ સૈનિકોને લઈને, ગરુડબૂહ રચીને, પોતાના અગિયારમાં ભાગના સૈન્ય સહિત કુણિક રાજાની સાથે રથમુશળ સંગ્રામ કરવા ગયા. વિવેચન :
ગરુડયૂહ – ગરુડના આકારે યૂહ-લશ્કરની રચના. આગળ ઘણું ને પાછળ થોડું સૈન્ય હોય તેવી રીતે સેનાની ગોઠવણી કરવી.
૨થશળસંગ્રામ :- જે સંગ્રામમાં મુશળયુક્ત રથ બહુ વેગથી દોડીને શત્રુપક્ષનો વિનાશ કરે છે. તે સંગ્રામને રથમુશળ સંગ્રામ કહે છે અને તેની પ્રમુખતાવાળો સંપૂર્ણ સંગ્રામ પણ રથયુશળ સંગ્રામ કહેવાય છે. ખરેખર રથયુશળ સંગ્રામ તો ફક્ત એક જ દિવસ થયો હતો તોપણ સૂત્રમાં સંપૂર્ણ સંગ્રામ માટે "રથમુશળ" નામનો ઉલ્લેખ છે.
મહાશિલાકંટક સંગ્રામ :- જે સંગ્રામ મહાશિલાના પ્રહાર જેવો પ્રાણોનો કંટક અર્થાત્ ઘાતક હોય છે અને જેમાં તણખલાની અણીએ મારવાથી પણ હાથી, ઘોડા આદિને મહાશિલાથી મારવા જેવી તીવ્ર વેદના થાય છે, તે સંગ્રામને મહાશિલાકંટક સંગ્રામ કહે છે. આ સંગ્રામ પણ એક જ દિવસનો થયો હતો. તેમાં કોણિક પક્ષના સૈનિક જો એક તણખલુંકે તોપણ શત્રુપક્ષના સૈનિકોને મહાશિલા જેવો પ્રહાર લાગતો હતો. કાલીરાણીની ચિંતા :| ७ तए णं तीसे कालीए देवीए अण्णया कयाइ कुटुंबजागरियं जागरमाणीए अयमेयारूवे अज्झत्थिए जाव समुप्पज्जित्था- एवं खलु ममं पुत्ते कालकुमारे तिहिं दंतिसहस्सेहिं जाव ओयाए । से मण्णे, किं जइस्सइ, णो जइस्सइ, जीविस्सइ, णो जीविस्सइ, पराजिणिस्सइ, णो पराजिणिस्सइ, काले णं कुमारे अहं जीवमाणं पासिज्जा ? ओहयमण जाव झियाइ । ભાવાર્થ - ત્યારે એક વાર પોતાના કુટુંબ-પરિવાર વિષયક વિચાર કરતાં તે કાલીદેવીના મનમાં આ પ્રમાણે વિચાર થાવ સંકલ્પ ઉત્પન્ન થયો કે મારો પુત્ર કાલકુમાર ત્રણહજાર હાથી વગેરે લઈને યાવત્ રથમશળ સંગ્રામમાં ગયો છે. તો શું તે વિજય મેળવશે કે નહીં? તે જીવતો રહેશે કે નહીં? શત્રુને પરાજિત કરશે કે નહીં? શું હું કાલકમારને જીવતો જોઈ શકીશ? ઈત્યાદિ વિચારોથી તે ઉદાસ–નિરુત્સાહી જેવી થઈને યાવતું આર્તધ્યાનમાં લીન થઈ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં અસ્થિ નાવ.. દ્વારા કાલીરાણીના વિચારની ક્રમિક અવસ્થાને પ્રગટ કરી.