________________
| નિરયાવલિકા વર્ગ-૧: અધ્ય.-૧
ભાવાર્થ :- સુધર્મા સ્વામીએ કહ્યું– તે કાળે અને તે સમયે આ જંબૂઢીપ નામના દ્વીપના ભારત વર્ષમાં ઋદ્ધિ આદિથી સંપન્ન ચંપા નામની નગરી હતી. તેના ઈશાન ખૂણામાં પૂર્ણભદ્ર યક્ષનું યક્ષાયતન હતું. તે ચંપાનગરીમાં શ્રેણિકરાજાના પુત્ર અને ચેલણાદેવીના આત્મજ કોણિક નામના મહા મહિમાશાળી રાજા રાજ્ય કરતા હતા. કોણિકરાજાને પદ્માવતી નામની રાણી હતી. તે અત્યંત સુકમાર અંગોપાંગવાળી હતી થાવત્ સુખપૂર્વક રહેતી હતી.
તે ચંપાનગરીમાં શ્રેણિકરાજાની પત્ની અને કોણિકરાજાની વિમાતા કાલી નામની રાણી હતી. તે સુકોમળ હાથ-પગ આદિ અંગોપાંગવાળી યાવત્ રૂપવાન હતી. તે કાલીદેવીનો પુત્ર કાલ નામનો કુમાર હતો. તે સુકોમળ યાવતું સુરૂપ-સૌંદર્યવાન હતો.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પ્રથમ અધ્યયનના પ્રથમ વર્ગના નાયક કાલકુમારનું વર્ણન સંક્ષિપ્ત પાઠથી કર્યું છે. તેની પાર્શ્વભૂમિકામાં (૧) ચંપાનગરી (૨) પૂર્ણભદ્ર ઉદ્યાન (૩) કોણિક રાજા (૪) કોણિક રાજાની પત્ની પદ્માવતી રાણી (૫) કોણિકની લઘુમાતા - કાલકુમારની માતા કાલી રાણીનું વર્ણન પણ સંક્ષિપ્ત પાઠ પદ્ધતિથી કર્યું છે. તેનું કારણ એ છે કે રાજા, રાણી, નગર અને ઉદ્યાન આદિનું વર્ણન અનેક આગમ કથાનકોમાં અનેક સ્થાને આવે છે, જ્યાં જ્યાં તેનું વર્ણન આવે છે ત્યાં તેના એકાદ બે વિશેષણનો પ્રયોગ કરીને, ગાવઅથવા વUgશબ્દ આપીને પાઠને સંક્ષિપ્ત કરવામાં આવે છે. તે જ રીતે પ્રસ્તુત આગમમાં પ્રસ્તુત પ્રસંગમાં અને ત્યાર પછીના અધ્યયનોમાં વખો આદિ શબ્દથી પાઠને સંક્ષિપ્ત કર્યા છે. પાઠને સંક્ષિપ્ત કરવામાં સિદ્ધિ મહિલા સૂHIણા આદિ શબ્દો લખી મીંડા કરવામાં આવે છે અને અન્ય પણ વિવિધ પદ્ધતિઓ જોવા મળે છે. પ્રસ્તુત સંસ્કરણમાં તે સંક્ષિપ્ત પાઠોને સુવાચ્ય પદ્ધતિથી વ્યવસ્થિત કરવાનો પ્રયત્ન કર્યો છે. વાગો - વર્ણન જાણવું અર્થાત્ વિસ્તૃત પાઠ અન્ય શાસ્ત્ર કે પૂર્વના સૂત્ર અનુસાર જાણવો જોઈએ.
માત :- સુકુમાર. પ્રસ્તુત સૂત્રમાં રાણી અને રાજકુમાર માટે આ શબ્દપ્રયોગ થયો છે. સુમતિ થી સુડમતિ, સુમતિ અને સમાન એવા દેશી શબ્દ બને છે. અનેક આગમોમાં સ્ત્રી કે પુરુષના વર્ણનમાં તેમના અંગોપાંગની સુકુમારતા દર્શાવવા આ શબ્દનો પ્રયોગ થયો છે. સ્ત્રી માટે ખૂમાલ પાળિયા અને પુરુષ માટે સ્માત પાળિપાપ શબ્દ પ્રયોગ છે. કાલકુમારનું રથમુશળ સંગ્રામમાં ગમન :
६ तए णं से काले कुमारे अण्णया कयाइ तिहिं दंतिसहस्सेहिं, तिहिं रहसहस्सेहिं तिहिं आससहस्सेहिं, तिहिं मणुयकोडीहिं, गरुलवूहे एक्कारसमेणं खंडेणं कूणिएणं रण्णा सद्धिं रहमुसलं संगामं ओयाए ।