________________
શ્રી નિરયાવલિકા સૂત્ર
णिरयावलियाणं समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं के अढे पण्णत्ते ? ભાવાર્થ :- હે જંબૂ! મુક્તિપ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ ઉપાંગ સૂત્રના નિરયાવલિકા નામના પ્રથમ વર્ગના દસ અધ્યયન કહ્યાં છે, તે આ પ્રમાણે છે– (૧) કાલકુમાર (૨) સુકાલકુમાર (૩) મહાકાલકુમાર (૪) કૃષ્ણકુમાર (૫) સુકૃષ્ણકુમાર (૬) મહાકૃષ્ણકુમાર (૭) વીરકૃષ્ણકુમાર (૮) રામકૃષ્ણકુમાર (૯) પિતૃસેન કૃષ્ણકુમાર (૧૦) મહાસેન કૃષ્ણકુમાર.
પ્રશ્ન- હે ભગવન્! જો મોક્ષપ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ ઉપાંગ સૂત્રના પ્રથમ વર્ગ નિરયાવલિકાનાં દસ અધ્યયનો કહ્યાં છે, તેમાં નિરયાવલિકાના પ્રથમ અધ્યયનમાં પ્રભુએ કયા ભાવનું નિરૂપણ કર્યું છે?
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં દશ અધ્યયનનાં જે નામ પ્રરૂપિત કર્યા છે, તે નામ શ્રેણિક રાજાના દશપુત્રોના છે. આ અધ્યયનોમાં મુખ્યતાએ તે દશે રાજકુમારોનું વર્ણન છે.
શ્રેણિકની કાલી આદિ દશ રાણીઓનું મોક્ષ ગમનનું વર્ણન અંતગડસૂત્રમાં છે. તેઓના જ દશ પુત્ર અર્થાત્ પ્રત્યેક રાણીના એક–એક પુત્રનું વર્ણન આ વર્ગમાં છે. માતાઓના અને પુત્રોના નામમાં સમાનતા છે. જેમ કે- કાલી રાણીનો પુત્ર કાલકુમાર, સુકાલી રાણીનો પુત્ર સુકાલકુમાર વગેરે. આ દશે કુમારોના નરકગમનમાં મુખ્ય નિમિત્ત શ્રેણિકની રાણી ચેલણાનો પુત્ર કોણિક છે માટે આ વર્ગમાં કોણિકનું પણ વિસ્તૃત વર્ણન છે.
કાલકુમાર :| ५ एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं इहेव जंबुद्दीवे दीवे भारहेवासे चंपा णामं णयरी होत्था । रिद्धिस्थिमियसमिद्धे वण्णओ। पुण्णभद्दे चेइए वण्णओ। तत्थ णं चंपाए णयरीए सेणियस्स रण्णो पुत्ते चेल्लणाए देवीए अत्तए कूणिए णामं राया होत्था वण्णओ। तस्स णं कूणियस्स रण्णो पउमावई णामं देवी होत्था, सूमालपाणिपाया जाव विहरइ ।
तत्थ णं चंपाए णयरीए सेणियस्स रण्णो भज्जा कूणियस्स रण्णो चुल्लमाउया काली णामं देवी होत्था, सूमालपाणिपाया जाव सुरूवा ।
तीसे णं कालीए देवीए पुत्ते काले णामं कुमारे होत्था, सूमालपाणिपाए जाव सुरूवे ।