________________
| નિરયાવલિકા વર્ગ-૧: અધ્ય.-૧
અતિ દૂર કે ન અતિ નજીક, ગોઠણને ઉપર રાખી, મસ્તક નમાવી ઉભડક આસને બેઠા હતા. તે સમયે જંબૂસ્વામીને શ્રદ્ધાપૂર્વકની જિજ્ઞાસા થઈ ચાવતું પર્યાપાસના કરતાં આ પ્રમાણે કહ્યું- હે ભગવન્! મુક્તિપ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ ઉપાંગ સૂત્રમાં કયા ભાવોનું નિરૂપણ કર્યું છે?
જિજ્ઞાસાનું સમાધાન કરતા સુધર્મા સ્વામીએ કહ્યું- હે જંબૂ! મુક્તિપ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે ઉપાંગ સુત્રના પાંચ વર્ગ કહ્યા છે, તેનાં નામ આ પ્રમાણે છે– (૧) નિરયાવલિકા (૨) કલ્પાવતંસિકા (૩) પુષ્પિકા (૪) પુષ્પચૂલિકા (૫) વૃષ્ણિદશા.
હે ભગવન્! જો મુક્તિપ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે ઉપાંગ સૂત્રના નિરયાવલિકાથી વૃષ્ણિદશા પર્યત પાંચ વર્ગ કહ્યા છે તો હે ભગવન્! તેમાં પ્રથમ વર્ગ–નિરયાવલિકાના કેટલાં અધ્યયન કહ્યાં છે?
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં જેબૂસ્વામીએ ઉપાંગ સૂત્રને સાંભળવાની-જાણવાની જિજ્ઞાસા પ્રગટ કરી અને આર્ય સુધર્મા સ્વામીએ તે સૂત્રનો પ્રારંભ કરતાં તેના નામ સહિત પાંચ વિભાગ-વર્ગ દર્શાવ્યા છે. ત્યાર પછી જંબૂસ્વામીએ નિરયાવલિકા નામના પ્રથમ વર્ગના અધ્યયન કેટલા છે? તે જાણવાના ભાવ પ્રગટ કર્યા છે.
પ્રભુ મહાવીર સ્વામી, ગણધર સુધર્મા સ્વામી અને આર્ય જંબૂસ્વામીનો વિશેષણ યુક્ત પાઠ અનેક સૂત્રોમાં અનેક સ્થળે આવતાં સંક્ષિપ્ત વિસ્તૃત અનેક રૂપે પ્રતોમાં ઉપલબ્ધ થાય છે.
ગુરુપ્રાણ આગમ બત્રીસીના પ્રસ્તુત સંસ્કરણમાં ભગવાન મહાવીર સ્વામીનું વિશેષણ યુક્ત વિસ્તૃત પાઠ ઔપપાતિક સૂત્રમાં અને ભગવતી સૂત્રના પ્રથમ ભાગમાં રાખ્યો છે. આર્ય સુધર્મા સ્વામીનું વિશેષણ યુક્ત પાઠ જ્ઞાતાસૂત્રમાં રાખ્યો છે અને જંબૂસ્વામીનું વિશેષણ યુક્ત પાઠ જ્ઞાતા સૂત્ર તથા અંતગડ સૂત્રમાં રાખવામાં આવ્યો છે, અન્ય સ્થળે પ્રાયઃ સંક્ષિપ્ત પાઠ રાખેલ છે.
દશ અધ્યયનનાં નામ અને અધ્યયન પ્રારંભ :| ४ एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं उवङ्गाणं पढमस्स वग्गस्स णिरयावलियाणं दस अज्झयणा पण्णत्ता । तं जहा
काले सुकाले महाकाले, कण्हे सुकण्हे तहा महाकण्हे । वीरकण्हे य बोद्धव्वे, रामकण्हे तहेव य । पिउसेणकण्हे णवमे, दसमे महासेणकण्हे उ ॥
जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं जावसंपत्तेणं उवङ्गाणं पढमस्स वग्गस्स णिरयावलियाणं दस अज्झयणा पण्णत्ता, पढमस्स णं भंते ! अज्झयणस्स