________________
[
s
]
શ્રી નિરયાવલિકા સૂત્ર
કોઈ પણ ગામને ઓળંગે નહીં તેમ વિચરણ કરતાં જ્યાં રાજગૃહનગર હતું ત્યાં પધાર્યા યાવત યથાપ્રતિરૂપ-સાધુમર્યાદા પ્રમાણે નિવાસસ્થાનની આજ્ઞા લઈને સંયમ અને તપશ્ચર્યાથી આત્માને ભાવિત કરતાં ત્યાં રહ્યા. તેમનું વિશેષ વર્ણન કેશીકમારના વર્ણન સમાન જાણવું. નગરમાંથી જનસમુહ તેમના દર્શન કરવા આવ્યો. આર્ય સુધર્મા સ્વામીએ ધર્મોપદેશ આપ્યો અને પરિષદ પાછી ફરી. વિવેચન :
પ્રસ્તુત પાઠમાં સંક્ષિપ્ત રીતે ત્રણ વિષયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે– (૧) શ્રમણ ભગવાન મહાવીરના અંતેવાસી પાંચમા ગણધર આર્ય સુધર્માનું રાજગૃહ નગરમાં પદાર્પણ. (૨) તેઓને વંદના કરવા માટે તથા ધર્મદેશના સાંભળવા માટે રાજગૃહનગરના જનસમૂહનું ગમન (૩) આર્ય સુધર્માસ્વામીની ધર્મદેશના અને ધર્મોપદેશ સાંભળી જનસમૂહનું નગરમાં પુનરાગમન.
વસ:- સૂત્રમાં આર્ય સુધર્મા સ્વામીનો પરિચય આપવા માટે કેશીકુમાર શ્રમણનો ઉલ્લેખ છે. તેનો ભાવ એ છે કે રાજપ્રશ્રીય સૂત્રમાં ભગવાન પાર્શ્વનાથના શિષ્ય પરંપરાના કેશીકુમાર શ્રમણનું વર્ણન અનેક વિશેષણો દ્વારા વિસ્તારથી કરવામાં આવ્યું છે, તે સંપૂર્ણ વર્ણન આર્ય સુધર્મા સ્વામી માટે પણ સમજી લેવું જોઈએ. જંબૂ અણગારની સૂત્ર સાંભળવાની જિજ્ઞાસા - | ३ तेणं कालेणं तेणं समएणं अज्जसुहम्मस्स अणगारस्स अंतेवासी जंबू णामं अणगारे समचउरंससंठाणसठिए जावसखित्तविउल तेउलेस्से अज्जसुहम्मस्स अणगारस्स अदूरसामंते उड्डे जाणू अहोसिरे जाव विहरइ । तए णं से जंबू जायसड्डे जाव पज्जुवासमाणे एवं वयासी- उवङ्गाणं भंते ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं के अटे पण्णत्ते ? ।
एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं उवङ्गाणं पंच वग्गा पण्णत्ता, तं जहा- णिरयावलियाओ, कप्पवडिंसियाओ, पुप्फियाओ, पुप्फचूलियाओ, वण्हिदसाओ।
जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं उवङ्गाणं पंच वग्गा पण्णत्ता, तं जहा-णिरयावलियाओ जाव वण्हिदसाओ, पढमस्स णं भंते ! वग्गस्स णिरयावलियाणं समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं कइ अज्झयणा पण्णत्ता? ભાવાર્થ :- કાળે અને તે સમયે આર્ય સુધર્મા અણગારના શિષ્ય જંબૂ નામના અણગાર સમચતુરસ સંસ્થાનવાળા યાવતું સંક્ષિપ્ત કરેલી વિપુલ તેજોલબ્ધિથી સંપન્ન હતા તેઓ આર્ય સુધર્મા સ્વામીથી ન