________________
| નિરયાવલિકા વર્ગ-૧ઃ અધ્ય.-૧
આ ઉદ્યાનમાં ગ્રહણ કર્યા હતા. ગુણશીલ ઉદ્યાન ઐતિહાસિક અને પવિત્ર સ્થાન બની ગયું હતું. પ્રથમ ગણધર ગૌતમ સ્વામી તથા પંચમ ગણધર આર્ય સુધર્મા સ્વામી વગેરે પ્રભુના પ્રમુખ શિષ્યોએ આ ઉધાનમાં જ અનશન ગ્રહણ કરી નિર્વાણપદ પ્રાપ્ત કર્યું હતું. વર્તમાનનું ગુણાવા, જે નવાદા સ્ટેશનથી લગભગ ત્રણ માઈલ ઉપર છે, ત્યાં જ પ્રભુ મહાવીરના સમયનું ગુણશીલ ઉદ્યાન હતું.
અશોકવૃક્ષ - ગુણશીલ ઉદ્યાનની બરાબર મધ્યમાં એક વિશાળ અને રમણીય અશોકવૃક્ષ હતું. તે ઉત્તમ મૂળ, કંદ, સ્કંધ, શાખાઓ, પ્રશાખાઓ, પ્રવાલો, પાંદડાઓ, ફૂલો અને ફળોથી શોભતું હતું. તેનું થડ સ્વચ્છ અને વિશાળ હતું. તે થડનો ઘેરાવો પહોળા કરેલ બે હાથ પ્રમાણ ક્ષેત્ર કરતાં વધુ હતો. તેનાં પાંદડા પરસ્પર જોડાયેલાં, અધોમુખ અને નિર્દોષ હતાં. નવાં પાંદડાઓ, કુમળી કળી આદિથી તેનો ઉપરનો ભાગ સુશોભિત હતો. તે પોપટ, મેના, તેતર, કોયલ, મોર આદિ પક્ષીઓના કલરવથી ગુંજતુ હતું. ત્યાં મધલોલુપ ભમરાઓનો સમૂહ મસ્તીથી ગુંજારવ કરતો હતો. તે આજુબાજુના વૃક્ષ, લતાકુંજ, મંડપ આદિથી શોભાયમાન હતું. તે વૃક્ષ તૃપ્તિપ્રદ વિપુલ સુગંધને ફેલાવી રહ્યું હતું. વિશાળ ઘેરાવા અને છાયાના કારણે તે અનેક રથ, ડોલીઓ, પાલખીઓ આદિનું આશ્રય સ્થાન હતું. પૃથ્વીશિલાપક – તે અશોકવૃક્ષની નીચે થડને અડીને એક પથ્થરની મોટી શિલા રાખવામાં આવતી હતી, તે શિલાપટ્ટક રૂપે ઓળખાતી હતી. તેનો વર્ણ કાળો હતો. તેની પ્રભા આંજણ, વાદળાઓનો સમૂહ, નીલકમલ, કેશરાશિવાળનો સમૂહ), ભેંસના શીંગડાનો ગર્ભ ભાગ, જાંબુફળ, અળસીના ફૂલ જેવી હતી. તે શિલાપટ્ટક ખૂબ જ લીસું હતું. તે આઠ ખૂણાવાળું, દર્પણ જેવું સ્વચ્છ, સુરમ્ય અને ચમકદાર હતું. તેના પર વરુ, બળદ, અશ્વ, મગર, પક્ષી, સર્પ, કિન્નર, હરણ, હાથી, વનલતા, પદ્મલતા આદિની ચિત્ર-વિચિત્ર આકૃતિઓ હતી. તેનો સ્પર્શ મૃગછાલ, આકડાનું રૂ, માખણ આદિની જેમ સુકોમળ હતો. તે ઉચિત લંબાઈ અને પહોળાઈ યુક્ત આસનના આકારે સ્થિત હતું. તે પ્રમાણે આ શિલાપટ્ટક મનોરમ, દર્શનીય, મોહક અને ખૂબ જ મનોહર હતું. આર્ય સુધર્માસ્વામીનું પદાર્પણ -
२ तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स अंतेवासी अज्ज सुहम्मे णामं अणगारे जाइसंपण्णे कुलसंपण्णे जहा केसी जाव पंचहिं अणगार-सएहिं सद्धिं संपरिवुडे, पुव्वाणुपुद्वि चरमाणे, गामाणुगामं दुइज्जमाणे जेणेव रायगिहे णयरे जाव अहापडिरूवं उग्गहं ओगिणिहत्ता संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ । परिसा णिग्गया। धम्मो कहिओ । परिसा पडिगया । ભાવાર્થ - તે કાળે અને તે સમયે ભગવાન મહાવીર સ્વામીના અંતેવાસી શિષ્ય આર્ય સુધર્મા અણગાર જાતિસંપન્ન(માતૃપક્ષ વિશુદ્ધ) અને કુળસંપન્ન(પિતૃપક્ષ શુદ્ધ) આદિ ગુણ સંપન્ન હતા. તે પાંચસો અણગારોની સાથે અનુક્રમે ચાલતાં, ગ્રામાનુગ્રામ વિચરતાં[એક ગામથી બીજા ગામ જતાં રસ્તામાં આવતાં