________________
શ્રી નિરયાવલિકા સૂત્ર
પ્રથમવર્ગ : નિરયાવલિકા
પ્રથમ અધ્યયન ઃ કાલકુમાર
રાજગૃહનગર, ઉધાનાદિ :
१ तेणं कालेणं तेणं समएणं रायगिहे णामं णयरे होत्था । रिद्धित्थिमियसमिद्धे वण्णओ । गुणसीलए चेइए वण्णओ । असोगवरपायवे वण्णओ । पुढविसिलापट्टए वण्णओ ।
ભાવાર્થ : – તે કાળે અને તે સમયે રાજગૃહ નામનું નગર હતું. તે ધન-ધાન્ય, વૈભવ વગેરે રિદ્ધિ, સમૃદ્ધિથી પરિપૂર્ણ હતું. તે નગરના ઈશાન ખૂણામાં ગુણશીલ નામનો બગીચો હતો. ત્યાં ઉત્તમ અશોકવૃક્ષ હતું. તેની નીચે એક પૃથ્વીશિલાપટ્ટક હતું. નગર, ઉદ્યાન, અશોકવૃક્ષ અને પૃથ્વીશિલાનું સંપૂર્ણ વર્ણન ઔપપાતિક આદિ સૂત્ર પ્રમાણે જાણવું.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં નગર તથા ઉધાન વગેરેનું વર્ણન સંક્ષિપ્ત શબ્દોમાં છે. વિસ્તૃત વર્ણન અન્ય સૂત્રોમાં નિમ્ન પ્રમાણે છે.
રાજગૃહ નગર ઃ– પ્રાચીનકાલમાં અનેક વૈભવશાલી ભવનોથી સુશોભિત અને ધન ધાન્યથી સમૃદ્ધ રાજગૃહ નામનું નગર હતું. આનંદ પ્રમોદના અનેક સાધનોથી ત્યાંના લોકો પ્રસન્ન હતા. ચારે બાજુ લહેરાતા ખેતરોથી તે નગર રમણીય લાગતું હતું. આજુ બાજુ વસેલા નાના—નાના ગામડાંઓથી તે પરિવૃત્ત હતુ. તે નગરમાં સુંદર સ્થાપત્યકલાથી સુશોભિત ઉદ્યાન અને ગણિકાઓના સન્નિવેશ સ્થાન હતાં. ચોર, ડાકુ આદિની બીક ન હોવાથી આખી નગરી ક્ષેમકુશળ હતી. નગરજનો સુખ-શાંતિથી રહેતા હતા. ભિક્ષા આપવામાં લોકો ઉદાર હોવાથી ભિક્ષુઓને ત્યાં સરળતાથી ભિક્ષા મળતી હતી. ઘણા નટ, નર્તકી આદિ મનોરંજન પૂરું પાડતા હતા. તેમજ ઘણા બાગ-બગીચાના કારણે રાજગૃહી નગરી નંદનવન જેવી લાગતી હતી. ખાઈ, કોટ અને કિલ્લાથી તે નગરી સુરક્ષિત હતી. નગરમાં અનેક ત્રિકોણાકાર માર્ગ, ચોક અને રાજમાર્ગ હતા. તે નગર પોતાની સુંદરતાથી દર્શનીય, મનોરમ અને મનોહર હતું.
=
ગુણશીલ ઉદ્યાન ઃ– રાજગૃહનગરની બહાર ગુણશીલ નામનું પ્રસિદ્ધ ઉદ્યાન(બગીચો) હતું. તે ઉદ્યાનમાં પ્રભુ મહાવી૨ના સેંકડો સમવસરણ થયા હતા. અનેક વ્યક્તિઓએ શ્રાવકધર્મ તથા શ્રમણધર્મરૂપ ચારિત્ર