________________
નિરયાવલિકા વર્ગ
૩
આપણી જ પાસે હોવી જોઈએ. કોણિકે વારંવાર વિહલકુમાર પાસે હાર અને હાથીની માંગણી કરી પરંતુ વિહલ્લકુમારે તે આપ્યા નહીં અને પોતાની સુરક્ષા માટે તે નાના (માતામહ) ચેડા રાજા પાસે વૈશાલી નગરીમાં ચાલ્યો ગયો. હાર અને હાથીનો આગ્રહ કોળિક છોડયો નહીં. તેણે ચેડા રાજાને પણ સંદેશ મોકલ્યો કે હાર અને હાથી પાછા આપો અને વિહલ્લકુમારને મોકલી દો, અન્યથા યુદ્ધ માટે તૈયાર થાઓ. ચેડા રાજા રાજનીતિના યથાર્થ જ્ઞાતા હતા. શરણાગતની રક્ષા એ રાજધર્મ છે, તેમ માનીને તે અઢાર ગણ રાજાઓ સાથે યુદ્ધ માટે તૈયાર થઈ ગયા. કાલકુમારાદિ દશ કુમાર કોશિકની સાથે રહ્યા.
મહારાજા ચેડા ભગવાન મહાવીરના પરમ ઉપાસક હતા. તેમણે શ્રાવકના બાર વ્રત અંગીકાર કર્યા હતા. પરંતુ રાજધર્મનું પાલન કરવા તેમણે બાણ ઉઠાવ્યું. તેમનું બાણ અમોઘ હતું, તે ક્યારેય નિષ્ફળ ન જતું. યુદ્ધનો પ્રારંભ થયો. દસ દિવસમાં કાલકુમાર આદિ દસે ભાઈઓ ક્રમશઃ સેનાપતિ બની યુદ્ધમાં આવ્યા અને ચેડા રાજાના અમોઘ બાણથી મૃત્યુ પામ્યા. યુદ્ધમાં બીજા પણ લાખો મનુષ્યોનો સંહાર થયો. ઇર્ષ્યાની આગથી ભૌતિક તુચ્છ વસ્તુ માટે આ બધો અનર્થ થયો.
વૈરાગ્ય નિમિત્ત :- તે સમયે પ્રભુ મહાવીરનું રાજગૃહીમાં પદાર્પણ થયું. પુણ્યવાન આત્માઓ પ્રભુના દર્શનાર્થે ગયા. કાલી આદિ દશ રાણીઓએ પણ પ્રભુનો વૈરાગ્ય સભર ઉપદેશ સાંભળ્યો; સંસારની અસારતા અને અશરણતા જાણી; પ્રભુ પાસેથી પોતાના વહાલસોયા દશે પુત્રોના દુઃખદ સમાચાર સાંભળીને વૈરાગ્યવાસિત બની, દર્શ રાણીઓએ સંયમ સ્વીકાર કર્યો; તપસાધનાથી સર્વ કર્મનો ક્ષય કરી સિદ્ધ ગતિને પ્રાપ્ત કરી.
કે
કાલ કુમારાદિનું ભવિષ્ય :– શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નના ઉત્તરમાં પ્રભુએ કહ્યું કે કાલકુમાર આદિ દશે ભાઈઓ યુદ્ધમાં મૃત્યુ પામી ચોથી નરકમાં ઉત્પન્ન થયા છે. ત્યાંની સ્થિતિ પૂર્ણ કરી મહાવિદેહક્ષેત્રમાં જન્મ ધારણ કરીને મુક્ત થશે.
આ રીતે આ પ્રથમ વર્ગના દશ અધ્યયનમાં નરકગામી દશે ભાઈઓનું જીવન વૃત્તાંત કેિત છે.
܀܀܀܀܀