________________
શ્રી નિરયાવલિકા સૂત્ર
નવજાત શિશુના કર્મનો ઉદય પરિવર્તન પામ્યો. રાજકુળમાં સર્વ પ્રકારની અનુકૂળતાઓ વચ્ચે બાળકનું પાલન પોષણ થવા લાગ્યું. જન્મોત્સવ નિમિત્તની સર્વ વિધિઓ ક્રમશઃ પૂર્ણ થઈ. કુકડાએ આંગળી કરડી હોવાથી બારમે દિવસે તે રાજકુમારનું નામ કૂણિક(કોણિક)રાખવામાં આવ્યું.
ક્રમશઃ કોણિકનો બાલ્યકાલ વ્યતીત થયો, યુવાવસ્થામાં પ્રવેશ થયો, પદ્માવતી આદિ આઠ રાજ કન્યાઓ સાથે પાણિગ્રહણ થયું અને તે સુખપૂર્વક રહેવા લાગ્યા.
એકદા શ્રેણિક રાજાએ પ્રસન્ન થઈને પોતાનો સેચનક હાથી અને અઢારસરો હાર વિહલકુમારને ભેટ આપ્યા.
રાજા શ્રેણિક બંધનગ્રસ્ત :- ધીરે—ધીરે કોણિકને સત્તા અને સંપત્તિનો લોભ ઉત્પન્ન થવા લાગ્યો અને પિતૃસત્તા છીનવી લેવાની દુર્ભાવના પ્રગટ થવા લાગી. તેણે પોતાના કાલકુમારાદિ દશે ભાઈઓ સમક્ષ પ્રસ્તાવ મૂક્યો કે પિતાને બંધનગ્રસ્ત કરીને, આપણે પિતાની રાજ્ય લક્ષ્મીને ભોગવીએ. કાલકમારાદિ દશે કુમારોએ પણ ભાન ભૂલી, કોણિકના પ્રસ્તાવને સ્વીકારી લીધો. તક જોઈ પિતાને બંધનગ્રસ્ત કરી કોણિક રાજા બન્યો.
રાજા શ્રેણિકનો દેહત્યાગ :- શ્રેણિક રાજાની કેદાવસ્થા જોઈને રાણી ચેલણા કર્મની વિચિત્રતા અને સંસારના સ્વાર્થને નિહાળતી, ઉદાસીનપણે સમય વ્યતીત કરવા લાગી. એકદા કોણિક માતાના ચરણ સ્પર્શ કરવા આવ્યો. માતાને અત્યંત ઉદાસ જોઈને ઉદાસીનતાનું કારણ પૂછ્યું. માતાના અંતરમાં પુત્રના કુકૃત્યની પારાવાર વેદના હતી. માતાએ કોણિક સમક્ષ તેના જન્મ પ્રસંગ અને પિતાએ કરેલા અવિસ્મરણીય ઉપકારનું સાધંત વર્ણન કર્યું અને દુઃખિત હૃદયે કહ્યું- હે પુત્ર! પરમ ઉપકારી પિતા સાથેનું તારું આ વર્તન યોગ્ય નથી.
માતાની વેદનાથી પુત્રનું અંતર દ્રવિત થયું; પોતાની ભૂલનો પશ્ચાત્તાપ થયો; તરત જ પિતાને મુક્ત કરવા તે સ્વયં કુહાડી લઈને ચાલ્યો.
પુત્રને કુહાડી લઈને આવતો જોઈ શ્રેણિકે વિચાર્યું કે આ પુત્ર ખરેખર પૂર્વભવનું કોઈ વૈર પૂર્ણ કરવા માટે આવી રહ્યો છે. પુત્રના હાથે મરવું તેના કરતાં જાતે જ મરી જવું શ્રેષ્ઠ છે. તેમ વિચારી તાલપુટ ઝેર મુખમાં નાખી પ્રાણ ત્યાગ કર્યો.
આ ઘટનાથી કોણિક અત્યંત શોકાકુલ બની ગયો અને મનને શાંત કરવા રાજગૃહી નગરી છોડી ચંપાનગરીમાં પરિવાર સહિત રહેવા ગયો. તેણે રાજ્યના અગિયાર ભાગ કર્યા. કાલકુમાર આદિ દસ ભાઈ અને કોણિક રાજા રાજ્યશ્રી ભોગવતાં રહેવા લાગ્યા.
ષ્યની આગ - ભાઈ વિહલ પાસે જે હાથી અને હાર હતા, તે અનુપમ હતા. વિહલકુમારને તેનો ભોગવટો કરતો જોઈ કોણિકની રાણી પદ્માવતીને ઈર્ષ્યા જાગૃત થઈ. પોતાની રાજલક્ષ્મીથી સંતોષ ન પામતાં તે વારંવાર કોણિકને આગ્રહયુક્ત નિવેદન કરવા લાગી કે ગમે તેમ કરીને પિતાની અલભ્ય ચીજ