________________
| વૃષ્ણિદશા વર્ગ–૫: અધ્ય.-૧
૧૪૯
મૃગ, મયૂર, ક્રૌંચ પક્ષી, સારસ, ચક્રવાક, મેના અને કોયલ આદિ પશુ-પક્ષીઓના કલરવથી ગૂંજતો રહેતો હતો. તેમાં અનેક તટ–કિનારા, મેદાન અને ગુફાઓ હતી. ત્યાં ઝરણાંઓ, પ્રપાત(જ્યાં ઝરણાંઓ પડે છે તે સ્થાન) પ્રાગભાર(પર્વતના કંઈકનમેલા રમણીયભાગ) અને શિખર હતા. તે પર્વત ઉપર અપ્સરાઓનો સમૂહ, દેવોનો સમૂહ અને વિદ્યાધરોનાં યુગલ આવીને ક્રીડા કરતાં હતાં. ત્યાં જંઘાચરણ, વિદ્યાચરણ મુનિ પણ ધ્યાન આદિ માટે નિવાસ કરતા હતા. ત્રણે લોકમાં શ્રેષ્ઠ બલવાન મનાતા દશાર્વ– દશારવંશીય વીરપુરુષો ત્યાં હંમેશાં નવા નવા ઉત્સવ ઉજવતા હતા. તે પર્વત સૌમ્ય-આલ્હાદક ભાવ ઉત્પન્ન કરનારો સુભગ, પ્રિયદર્શનીય, સુરૂપ, પ્રાસાદીય-મનને પ્રસન્ન કરનારો, દર્શનીય, મનોહર અને અત્યંત મનોરમ્ય હતો. નંદનવન ઉધાન, સુરપ્રિય ચક્ષાયતન :| ६ तत्थ णं रेवयगस्स पव्वयस्स अदूरसामंते एत्थ णं णंदणवणे णाम उज्जाणे होत्था- सव्वोउयपुप्फफलसमिद्धे रम्मे णंदणवणप्पगासे पासाईए जाव दरिसणिज्जे।
__ तस्स णं णंदणवणे उज्जाणे सुरप्पियस्स जक्खस्स जक्खाययणे होत्थाचिराईए जाव बहुजणो आगम्म अच्चेइ सुरप्पियं जक्खाययणं ।
से णं सुरप्पिए जक्खाययणे एगेणं महया वणसंडेणं सव्वओ समंता संपरिक्खित्ते जहा पुण्णभद्दे जाव सिलापट्टए । ભાવાર્થ :- રૈવતક પર્વતથી ન અતિ દૂર ન અતિ નજીક પરંતુ યથોચિત સ્થાને નંદનવન નામનું એક ઉદ્યાન હતું. તે સર્વ ઋતુઓના પુષ્પો અને ફળોથી રમણીય, નંદનવનની જેમ આનંદપ્રદ, દર્શનીય, મનમોહક અને મનને આકર્ષિત કરતું હતું.
તે નંદનવન ઉદ્યાનમાં સુરપ્રિય નામના યક્ષનું યક્ષાયતન હતું. તે ઘણું જૂનું હતું. યાવતુ ઘણા લોકો યક્ષાયતનમાં આવીને સુપ્રિય યક્ષની પૂજા કરતા હતા. યક્ષાયતનનું વર્ણન ઔપપાતિક સૂત્ર પ્રમાણે જાણવું.
તે સુરપ્રિય યક્ષાયતન એક વિશાળ વનખંડથી ઘેરાયેલું હતું ઈત્યાદિ વર્ણન પણ ઔપપાતિક સુત્ર અનુસાર જાણવું યાવત્ તે વનખંડમાં એક પૃથ્વી શિલાપટ્ટક હતું. દ્વારિકા નગરીમાં કૃષ્ણ વાસુદેવ, બળદેવ :| ७ तत्थ णं बारवईए णयरीए कण्हे णामं वासुदेवे राया परिवसइ । से णं तत्थ समुद्दविजयपामोक्खाणं दसण्हं दसाराणं, बलदेवपामोक्खाणं पंचण्हं महावीराणं, उग्गसेणपामोक्खाणं सोलसण्हं राईसाहस्सीणं, पज्जुण्णपामोक्खाणं अद्भुट्ठाणं कुमारकोडीणं, संबपामोक्खाणं सट्ठीए दुइंतसाहस्सीणं, वीरसेणपामोक्खाणं एक्कवीसाए वीरसाहस्सीणं, रुप्पिणिपामोक्खाणं सोलसण्हं देवीसाहस्सीणं, अणङ्ग