SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ | ૧૫૦ ] શ્રી નિરયાવલિકા સૂત્ર | सेणापामोक्खाणं अणेगाणं गणियासाहस्सीणं अण्णेसिं च बहूणं राईसर जाव सत्थवाह-प्पभिईण वेयड्डगिरिसागरमेरागस्स दाहिणड्ढभरहस्स आहेवच्च जाव पालेमाणे विहरइ । ભાવાર્થ :- દ્વારકાનગરીમાં કૃષ્ણ વાસુદેવ નામના રાજા હતા. તે સમુદ્ર વિજય આદિ દશ દશારોનું, બળદેવ આદિ પાંચ મહાવીરોનું, ઉગ્રેસન આદિ સોળ હજાર રાજાઓનું, પ્રધુમ્ન આદિ સાડા ત્રણ કરોડ કુમારોનું, સાંબ આદિ સાઠ હજાર દુર્દાન્ત (દુર્જેય) શૂરવીરોનું, વીરસેન આદિ એકવીસ હજાર વીરોનું, રુકમણી આદિ સોળહજાર રાણીઓનું, અનંગસેના આદિ અનેક હજાર ગણિકાઓનું અને તે સિવાય અન્ય અનેક રાજા, ઈશ્વર યાવત સાર્થવાહ આદિ તથા ઉત્તર દિશામાં વૈતાઢય પર્વત સુધી અને બાકીની ત્રણ દિશાઓમાં લવણ સમુદ્ર સુધી દક્ષિણાર્ધ ભરતક્ષેત્રનું આધિપત્ય આદિ કરતાં તેમજ તેનું પાલન કરતાં, તેના પર અનુશાસન કરતાં રહેતા હતા. ८ तत्थं णं बारवईए णयरीए बलदेवे णामं राया होत्था । महया हिमवंत जाव रज्ज पसासेमाणे विहरइ । तस्स णं बलदेवस्स रण्णो रेवई णामं देवी होत्था । सूमाल पाणिपाया जाव विहरइ । तए णं सा रेवई देवी अण्णया कयाइ तंसि तारिसगंसि सयणिज्जसि जाव सीहं सुमिणे पासित्ताणं पडिबुद्धा । एवं सुमिणदसणपरिकहणं, कलाओ जहा महाबलस्स, पण्णासओ दाओ, पण्णास-रायकण्णगाणं एगदिवसेणं पाणिग्गहणं । णवरं णिसढे णामं जाव उप्पि पासाए विहरइ । ભાવાર્થ :- દ્વારકાનગરીમાં બળદેવ નામના રાજા (શ્રી કૃષ્ણ વાસુદેવના મોટા ભાઈ) હતા. તે મહાન હિમવંત પર્વત સમાન વગેરે રાજાને યોગ્ય ગુણોથી સંપન્ન હતા. તે રાજ્યનું શાસન કરતાં રહેતા હતાં. તે બળદેવ રાજાને રેવતી નામની પત્ની હતી. તે સુકુમાર અંગોપાંગવાળી હતી યાવતુ સુખપૂર્વક રહેતી હતી. કોઈ એક સમયે રેવતી દેવીએ પોતાના શયનગૃહમાં વિશિષ્ટ પ્રકારની શય્યા ઉપર સૂતાં સ્વપ્નમાં સિંહને જોયો. સ્વપ્ન જોઈને તે જાગૃત થઈ. ત્યાર પછી સ્વપ્ન કથન, બોંતેર કળાઓમાં પ્રવીણ થવું વગેરે વર્ણન મહાબલકુમાર(ભગવતી સૂત્ર)ની જેમ જાણવું. યથાસમયે એક દિવસમાં જ પચાસ રાજકન્યાઓ સાથે તેના લગ્ન થયા અને પચાસ-પચાસ વસ્તુઓ દહેજમાં આપવામાં આવી. વિશેષતા એ છે કે તે કુમારનું નામ નિષધ હતું કાવત્ તે આનંદ-પ્રમોદ કરતો ગગનચુંબી મહેલમાં રહેવા લાગ્યો. અરિહંત અરિષ્ટનેમિનું આગમન :| ९ तेणं कालेणं तेणं समएणं अरहा अरिट्ठणेमी आइगरे जाव समोसरिए णवरं ओगाहणा दस धणूइ । परिसा णिग्गया ।
SR No.008777
Book TitleAgam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKiranbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages228
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, agam_nirayavalika, agam_kalpavatansika, agam_pushpika, agam_pushpachulika, & agam_vrushnidasha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy