________________
[ ૧૪૮ ]
શ્રી નિરયાવલિકા સૂત્ર
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં વર્ગનો પ્રારંભ કરતાં દશ અધ્યયનોનાં નામ નિર્દેશ છે. જેમાં કેટલાક નામ અપરિચિત જેવા છે. જેમ કે– માયણિ, વધ, વધે, પગતા વગેરે. ટીકામાં સૂત્રોક્ત નામ સંબંધિત કોઈ સ્પષ્ટીકરણ નથી.
માનિ :- પાઠાંતરમાં મળ, માદની, માતલિ વગેરે શબ્દો જોવા મળે છે. આ વિષયે ટીકા, વ્યાખ્યા વગેરે ન હોવાથી તે શબ્દોમાં કંઈક લિપિ દોષ થવાની પણ શક્યતા છે.
દ્વારકાનગરી :
४ एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं बारवई णामंणयरी होत्था- दुवालस जोयणायामा णव जोयण वित्थिण्णा धणवइमइणिम्मिया चामीयरपवरपागाराणाणामणि पंचवण्ण कविसीसगसोहिया अलकापुरीसंकासा पमुइयपक्कीलिया पच्चक्ख देवलोयभूया पासाईया दरिसणिज्जा अभिरूवा पडिरूवा । ભાવાર્થ - હે જંબૂ! તે કાળે અને તે સમયે દ્વારકા નામની નગરી હતી. તે પૂર્વ-પશ્ચિમમાં બાર યોજન લાંબી અને ઉત્તર-દક્ષિણમાં નવ યોજન પહોળી હતી, તે નગરી કુબેરે પોતાની બુદ્ધિકૌશલથી બનાવી હતી. સુવર્ણના બનેલા શ્રેષ્ઠ પ્રાકાર-કિલ્લા અને પંચરંગી મણિઓના બનેલા કાંગરાથી તે સુશોભિત હતી. તે અલકાપુરી-ઈન્દ્રની નગરી સમાન સુંદર લાગતી હતી. ત્યાંના નગરવાસી આનંદ કરનારા અને ક્રિીડા કરવામાં તત્પર રહેતા હતા. તે નગરી મનને પ્રસન્ન કરનારી, દર્શનીય, અભિરૂપ–સુંદર છટાવાળી, પ્રતિરૂપ-અનુપમ શિલ્પકલાથી સુશોભિત સાક્ષાત્ દેવલોક જેવી લાગતી હતી. રૈવતક પર્વત :| ५ तीसे णं बारवईए णयरीए बहिया उत्तरपुरथिमे दिसीभाए एत्थ णं रेवयए णामं पव्वए होत्था- तुंगे गयणतलमणुलिहतसिहरे णाणाविहरुक्ख-गुच्छ-गुम्म- लयावल्लीपरिगयाभिरामे हंसमिय-मयूर-कोञ्च-सारस-काग-मदणसाल-कोइलकुलोववेए तडकडगविवरउज्झरपवायपब्भारसिहरपउरे अच्छरगण-देवसंघ-विज्जाहरमिहुण-सण्णिचिण्णे णिच्चच्छणए दसारवरवीर-पुरिसतेल्लोक्क-बलवगाणं सोमे सुभए पियदसणे सुरूवे पासाईए दरिसणिज्जे अभिरूवे पडिरूवे। ભાવાર્થ :- દ્વારકા નગરીની બહાર ઈશાન ખૂણામાં રૈવતક નામનો પર્વત હતો. તે પર્વત ગગનચુંબી શિખરવાળો; અનેક પ્રકારનાં વૃક્ષો, ગુચ્છો, ગુલ્મો લતાઓ અને વલ્લીઓથી યુક્ત હતો. તે પર્વત હંસ,