________________
| વૃષ્ણિદશા વર્ગ-પઃ અધ્ય.-૧
[ ૧૪૭ |
'પાંચમો વર્ગ : વૃષ્ણિદશા અધ્ય.-૧ થી ૧ર : નિષધાદિ
અધ્યયન પ્રારંભ :| १ जइणं भंते ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं उवङ्गाणं चउत्थस्स वग्गस्स पुप्फचूलियाणं अयमढे पण्णत्ते, पंचमस्स णं भंते ! वग्गस्स वण्हिदसाणं समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं के अढे पण्णत्ते ? ભાવાર્થ :- શ્રી જંબુસ્વામીએ સુધર્મા સ્વામીને પૂછ્યું- હે ભગવન્! મોક્ષપ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ ઉપાંગ સૂત્રના ચોથા વર્ગ પુષ્પચૂલિકાનું આ રીતે નિરૂપણ કર્યું છે, તો હે ભગવન્! મોક્ષપ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે પાંચમાં વર્ગ વૃષ્ણિદશામાં કયા ભાવોનું નિરૂપણ કર્યું છે? | २ एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं उवङ्गाणं पंचमस्स वगस्स वहिदसाणं दुवालस अज्झयणा पण्णत्ता, तं जहा
णिसढे मायणि वह वहे, पगया जुत्ती दसरहे दढरहे य ।
महाधणू सत्तधणू, दसधणू णामे सयधणू य ॥ ભાવાર્થ :- હે આયુષ્યમાન્! જંબૂ! મોક્ષપ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ પાંચમા વૃષ્ણિદશા વર્ગના બાર અધ્યયન કહ્યાં છે, તેનાં નામ આ પ્રમાણે છે– (૧) નિષધ, (૨) માયની (માદની), (૩) વહ, (૪) વહે, (૫) પગયા(પ્રકૃતા), (૬) યુક્તિ, (૭) દશરથ, (૮) દઢરથ, (૯) મહાધન્વા, (૧૦) સપ્તધન્વા, (૧૧) દશધન્વા અને (૧૨) શતધન્વા. | ३ जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं उवङ्गाणं पंचमस्स वग्गस्स वण्हिदसाणं दुवालस अज्झयणा पण्णत्ता, पढमस्स णं भते ! अज्झयणस्स समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं के अढे पण्णत्ते ? ભાવાર્થ :- હે ભગવન્! જો મોક્ષ પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે ઉપાંગ સૂત્રના વૃષ્ણિદશા નામના પાંચમા વર્ગના બાર અધ્યયન કહ્યાં છે, તો હે ભગવન્! મોક્ષપ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે પ્રથમ અધ્યયનમાં કયા ભાવોનું નિરૂપણ કર્યું છે?