________________
| १३० ।
શ્રી નિયાવલિકા સૂત્ર
પૂછ્યું– ભગવાને કૂટાકારશાળાના દષ્ટાંતથી સમાધાન કર્યું. ત્યાર પછી ગૌતમ સ્વામીના પૂછવા પર ભગવાને તેના પૂર્વભવના વિષયમાં કહ્યું| ४ एवं खलु गोयमा ! तेणं कालेणं तेणं समएणं इहेव जंबुद्दीवे दीवे भारहे वासे मणिवइया णाम णयरी होत्था वण्णओ । ताराइण्णे चेइए । चंदो राया । तत्थ णं मणिवइयाए णयरीए पुण्णभद्दे णामं गाहावई परिवसइ, वण्णओ । ભાવાર્થ :- હે ગૌતમ ! તે કાળે અને તે સમયે આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં ધન-વૈભવ ઈત્યાદિથી સમૃદ્ધ મણિપદિકા નામની નગરી હતી. ત્યાં તારાકીર્ણ નામનું ઉદ્યાન હતું. તે નગરીમાં ચંદ્ર નામના રાજા રાજ્ય કરતાં હતા. તે મણિપદિકા નગરીમાં પૂર્ણભદ્ર નામના ગાથાપતિ રહેતા હતા. નગરી, રાજા, ઉદ્યાન અને ગાથાપતિનું વર્ણન પૂર્વવત્ સમજવું. | ५ तेणं कालेणं तेणं समएणं थेरा भगवंतो जाइसंपण्णा जावजीवियासमरणभयविप्पमुक्का बहुस्सुया बहुपरिवारा पुव्वाणुपुट्विं चरमाणे जाव समोसढा । परिसा णिग्गया । ભાવાર્થ :- કાળે અને તે સમયે જાતિસંપન્ન વગેરે ગુણોથી યુક્ત તથા જીવનની આકાંક્ષા અને મરણના ભયથી રહિત, બહુશ્રુત સ્થવિર ભગવંત વિશાળ શિષ્ય પરિવાર સાથે ગ્રામાનુગ્રામ વિહાર કરતાં મણિપદિકા નગરીમાં પધાર્યા. જનસમૂહ તેમની દેશના સાંભળવા ગયો. પૂર્ણભદ્ર અણગારની સાધના-આરાધના :
६ तए णं से पुण्णभद्दे गाहावई इमीसे कहाए लद्धढे समाणे हद्वतुढे जाव जहा पण्णत्तीए गङ्गदत्ते तहेव णिग्गच्छइ जावणिक्खंतो जाव गुत्तबंभयारी । ભાવાર્થ :- ત્યાર પછી તે પૂર્ણભદ્ર ગાથાપતિ તે સ્થવિર મુનિરાજના આગમનને જાણીને, હૃષ્ટ–તુષ્ટ થયા તથા ભગવતી સૂત્ર કથિત ગંગદત્તની જેમ દર્શન કરવા માટે ગયા યાવતું તેની પાસે પ્રવ્રજિત થયા. ઈર્યાસમિતિ આદિથી યુક્ત યાવત્ ગુપ્તબ્રહ્મચારી સાધુ થયા. | ७ तए णं से पुण्णभद्दे अणगारे थेराणं भगवंताणं अंतिए सामाइयमाइयाई एक्कारस अंगाई अहिज्जइ, अहिज्जित्ता बहूहिं चउत्थछट्टट्ठम जाव भावित्ता बहूई वासाइं सामण्णपरियागं पाउणइ, पाउणित्ता मासियाए सलेहणाए अप्पाण झोसेत्ता सर्टि भत्ताइ अणसणाए छेदित्ता आलोइयपडिक्कंते समाहिपत्ते कालमासे कालं किच्चा सोहम्मे कप्पे पुण्णभद्दे विमाणे उववायसभाए देवसयणिजंसि जाव भासमणपज्जत्तीए।