________________
| પુષ્પિકા વર્ગ-૩ઃ અધ્ય.-૫
[ ૧૨૯]
વર્ગ-૩ આધ્ય.-૫
પૂર્ણભદ્ર દેવ
અધ્યયન પ્રારંભ :| १ जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं पुफियाणं चउत्थस्स अज्झयणस्स अयमढे पण्णत्ते, पंचमस्स णं भंते ! अज्झयणस्स पुप्फियाणं समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं के अढे पण्णत्ते ? ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! નિર્વાણ પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે પુષ્પિકા વર્ગના ચોથા અધ્યયનમાં પૂર્વોક્ત ભાવોનું વર્ણન કર્યું છે તો હે ભગવન્! પાંચમા અધ્યયનમાં ભગવાને કયા ભાવોનું નિરૂપણ કર્યું છે? પૂર્ણભદ્ર દેવનું નાટ્ય-પ્રદર્શન :| २ एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं रायगिहे णामं णयरे । गुणसीलए चेइए । सेणिए राया । सामी समोसरिए । परिसा णिग्गया । ભાવાર્થ – ઉત્તર-હે જંબૂ! તે કાળે અને તે સમયે રાજગૃહ નામનું નગર હતું. ગુણશીલ નામનું ઉદ્યાન હતું. ત્યાં શ્રેણિક રાજા રાજ્ય કરતા હતા. ત્યાં પ્રભુ મહાવીર સ્વામી પધાર્યા. પરિષદ દર્શન કરવા નીકળી. | ३ तेणं कालेणं तेणं समएणं पुण्णभद्दे देवे सोहम्मे कप्पे पुण्णभद्दे विमाणे सभाए सुहम्माए पुण्णभद्दसि सीहासणंसि चउहिं सामाणियसाहस्सीहिं, जहा सूरियाभो जाव बत्तीसइविहं पट्टविहिं उवदसित्ता जामेव दिसिं पाउब्भूए तामेव दिसि पडिगए । कूडागारसाला दिट्ठतो । पुव्वभवपुच्छा । ભાવાર્થ :- કાળે અને તે સમયે સૌધર્મકલ્પમાં પૂર્ણભદ્ર વિમાનની સુધર્મા સભામાં પૂર્ણભદ્ર સિંહાસન ઉપર પૂર્ણભદ્ર દેવ ચાર હજાર સામાનિકદેવો આદિની સાથે આનંદ પ્રમોદ કરી રહ્યા હતા. વાવ, સૂર્યાભ દેવની જેમ બત્રીસ પ્રકારની નાટ્યવિધિ બતાવી જે દિશામાંથી આવ્યા હતા તે દિશામાં ચાલ્યા ગયા.
ત્યારે ગૌતમ સ્વામીએ ભગવાનને તે દેવની દિવ્ય દેવઋદ્ધિ અંતર્ધાન થઈ ગઈ તે વિષયમાં