________________
| પુષ્પિકા વર્ગ-૩ અધ્ય.-૫
[ ૧૩૧ ]
एवं खलु गोयमा ! पुण्णभद्देणं देवेणं सा दिव्वा देविड्डी लद्धा पत्ता अभि-समण्णागया। ભાવાર્થ :- ત્યાર પછી પૂર્ણભદ્ર અણગારે તે સ્થવિર ભગવંતોની પાસે સામાયિકાદિથી લઈને અગિયાર અંગોનો અભ્યાસ કર્યો અને ઘણાં ઉપવાસ છઠ અઠ્ઠમ વગેરે માસખમણ પર્યત વિવિધ તપશ્ચર્યાથી આત્માને ભાવિત કરતાં અનેક વર્ષો સુધી દીક્ષા પર્યાયનું પાલન કરી, માસિક સંલેખનાપૂર્વક સાઠ ભક્તનું અનશન દ્વારા છેદન કરીને, આલોચના-પ્રતિક્રમણ કરી, સમાધિ પૂર્વક મૃત્યુના અવસરે મૃત્યુ પામીને, સૌધર્મ દેવલોકના પૂર્ણભદ્ર વિમાનની ઉપપાત સભામાં રહેલી દેવશય્યામાં દેવરૂપે ઉત્પન્ન થયા. યાવત ભાષા-મન પર્યાપ્તિથી પર્યાપ્તભાવને પ્રાપ્ત થયા.
હે ગૌતમ! આ રીતે પૂર્ણભદ્ર દેવે સરાગ-સંયમ, તપ દ્વારા દિવ્યઋદ્ધિ લબ્ધ પ્રાપ્ત અને અધિગત (સ્વાધીન) કરી છે.
८ पुण्णभद्दस्स णं भंते ! देवस्स केवइयं कालं ठिई पण्णत्ता ? गोयमा ! दो सागरोवमाइं ठिई पण्णत्ता । ભાવાર્થ હે ભગવન્!પૂર્ણભદ્ર દેવની સ્થિતિ કેટલા સમયની છે? હે ગૌતમ!તેની બે સાગરોપમની સ્થિતિ છે. પૂર્ણભદ્રનું ભવિષ્ય :| ९ पुण्णभद्दे णं भंते ! देवे ताओ देवलोगाओ जाव कहिं गच्छिहिइ, कहिं उववज्जिहिइ ?
गोयमा ! महाविदेहे वासे सिज्झिहिइ जाव अंतं काहिइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે પૂર્ણભદ્ર દેવ, તે દેવલોકમાંથી અવીને ક્યાં જશે અને ક્યાં ઉત્પન્ન થશે?
ઉત્તર- હે ગૌતમ! મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈને સિદ્ધ થશે યાવત સર્વ દુઃખોનો અંત કરશે. અધ્યયન ઉપસંહાર :| १० तं एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं जावसंपत्तेणं पुफियाणं पंचमस्स अज्झयणस्स अयमढे पण्णत्ते । -त्ति बेमि । ભાવાર્થ - હે જંબૂ! મોક્ષપ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે આ પ્રમાણે પુષ્પિકાના પાંચમા અધ્યનનો ભાવ કહ્યો છે.
ને વર્ગ-૩ અધ્ય-પ સંપૂર્ણ