________________
૧૨૬ |
શ્રી નિરયાવલિકા સત્ર
નીકળશે અને પોતાના ઘરે રાષ્ટ્રકૂટ પાસે આવશે, આવીને બંને હાથ જોડીને, પહેલાની જેમ પૂછશે કે આપની આજ્ઞા લઈને હું દીક્ષા લેવા ઈચ્છું છું.
આ વાતને સાંભળીને રાષ્ટ્રકૂટ કહેશે- હે દેવાનુપ્રિય! જેમ સુખ ઉપજે તેમ કરો. પરંતુ શુભકાર્યમાં વિલંબ ન કરો.
ત્યાર પછી રાષ્ટ્રકૂટ વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમરૂપ ચારે પ્રકારનાં ભોજન તૈયાર કરાવીને પોતાના મિત્ર, જ્ઞાતિબંધુ, સ્વજન, સંબંધીઓને આમંત્રણ આપશે; તેનો સત્કાર–સન્માન કરશે ઈત્યાદિ જે રીતે પૂર્વભવમાં સુભદ્રા સાર્થવાહીની પ્રવ્રજ્યાનું વર્ણન છે તે રીતે અહીંયા પણ તે પ્રવ્રજિત થશે અને શ્રમણી બનીને ઈર્યાસમિતિ આદિ સમિતિઓ અને ગુપ્તિઓથી યુક્ત થઈને ભાવતું ગુપ્ત બ્રહ્મચારિણી થશે. સોમા આર્યાની દેવગતિ :३८ तए णं सा सोमा अज्जा सुव्वयाणं अज्जाणं अंतिए सामाइयमाइयाई एक्कारस अङ्गाई अहिज्जिस्सइ, अहिज्जित्ता बहूई चउत्थछट्ठट्ठमदसमदुवालस जाव भावेमाणी बहूहिं वासाइं सामण्णपरियागं पाउणिस्सइ, पाउणित्ता मासियाए संलेहणाए अत्ताणं झोसेत्ता सद्धि भत्ताई अणसणाए छेदित्ता आलोइयपडिक्कंता समाहिपत्ता कालमासे कालं किच्चा सक्कस्स देविंदस्स देवरण्णो सामाणियदेवत्ताए उववज्जिहिइ।
तत्थ णं अत्थेगइयाणं देवाणं दो सागरोवमाई ठिई पण्णत्ता । तत्थ णं सोमस्स वि देवस्स दो सागरोवमाइं ठिई पण्णत्ता । ભાવાર્થ - ત્યાર પછી તે સોમા આર્યા સુવ્રતા આર્યા પાસે સામાયિક આદિ અગિયાર અંગોનો અભ્યાસ કરશે. ઘણાં ઉપવાસ, છઠ, અટ્ટમ, ચાર ઉપવાસ, દ્વાદશભક્ત–પાંચ ઉપવાસ આદિ તપશ્ચર્યાથી આત્માને ભાવિત કરતી ઘણાં વર્ષો સુધી દીક્ષા પર્યાયનું પાલન કરશે. ત્યાર પછી એક મહિનાનો સંથારો કરી આત્માને શુદ્ધ કરી, અનશનથી સાઠ(0) વખતના ભોજનને છોડી, આલોચના, પ્રતિક્રમણપૂર્વક સમાધિભાવે મૃત્યુના અવસરે મૃત્યુ પામીને દેવેન્દ્ર દેવરાજ શક્રના સામાનિક દેવ રૂપે ઉત્પન્ન થશે.
ત્યાં કેટલાક દેવોની બે સાગરોપમની સ્થિતિ હોય છે તેમ આ સોમદેવની પણ બે સાગરોપમની સ્થિતિ થશે. સોમાની મુક્તિ :|३९ से णं भंते ! सोमे देवे ताओ देवलोगाओ आउक्खएणं जाव चयं चइत्ता कहिं गच्छिहिइ, कहिं उववज्जिहिइ?
गोयमा ! महाविदेह वासे जाव अंतं काहिसि ।