________________
| પુષ્પિકા વર્ગ-૩ઃ અધ્ય.-૪.
૧૨૫]
પ્રતિપાદન છે.
શ્રાવકના બાર વ્રતમાં અહિંસા, સત્ય, અચૌર્ય, સ્વદાર સંતોષ અને પરિગ્રહ પરિમાણ વ્રત આ પાંચ અણવ્રત છે. તેમાં હિંસા આદિ પાપકાર્યો અને સાવધયોગોનો આંશિક ત્યાગ હોવાથી તે અત્રત કહેવાય છે.
સાત શિક્ષાવ્રતના બે પ્રકાર છે– ગુણવત અને શિક્ષાવ્રત. ગુણવ્રત ત્રણ છે અને શિક્ષાવ્રત ચાર છે. આ બંનેના અભ્યાસ અને સાધનાથી પાંચ અણુવ્રતોની પુષ્ટી થાય છે. અણુવ્રત આદિ બાર પ્રકારના શ્રાવક ધર્મની વિશેષ જાણકારી માટે જુઓ- શ્રીઉપાસકદશાંગ સુત્ર.
સાધ્વીઓનું પુનરાગમન ઃ સોમાની પ્રવજ્યા :३६ तए णं ताओ सुव्वयाओ अज्जाओ अण्णया कयाइ पुव्वाणुपुट्वि चरमाणीओ जाव विहरिस्संति । तए णं सा सोमा माहणी इमीसे कहाए लट्ठा समाणी हट्ठा ण्हाया तहेव णिग्गया जाव वंदिस्सइ णमंसिस्सइ, वंदित्ता णमंसित्ता धम्म सोच्चा जाव ज णवर रट्टकूडं आपुच्छामि, तए णं पव्वयामि । अहासुहं । ભાવાર્થ :- ત્યાર પછી તે સુવ્રતા આર્યા પૂર્વાનુપૂર્વી વિહાર કરતાં કરતાં, ફરી એક વાર બિભેલ સન્નિવેશમાં પધારશે. ત્યારે સોમબ્રાહ્મણી આ વાતને સાંભળીને હૃષ્ટ–તુષ્ટ થઈ, સ્નાન કરી, વસ્ત્રાલંકારથી વિભૂષિત થઈ, પહેલાની જેમ દાસીઓ સાથે દર્શન કરવા નીકળશે યાવત્ વંદન-નમસ્કાર કરશે વંદનનમસ્કાર કરીને, ધર્મ સાંભળીને સુવ્રતા આર્યાને કહેશે- હું રાષ્ટ્રકૂટને પૂછીને આપની પાસે મુંડિત થઈ પ્રવ્રજ્યા ગ્રહણ કરવા ઈચ્છું છું.
ત્યારે સુવ્રતાઆર્યા તેને કહેશે- હે દેવાનુપ્રિયે ! તમને જેમ સુખ થાય તેમ કરો પરંતુ શુભ કાર્યમાં વિલંબ ન કરો. ३७ तए णं सा सोमा माहणी सुव्वयाओ अज्जाओ वंदिस्सइ णमंसिस्सइ, वंदित्ता णमंसित्ता सुव्वयाणं अज्जाणं अंतियाओ पडिणिक्खमिस्सइ पडिणिक्खमित्ता जेणेव सए गिहे जेणेव टुकडे, तेणेव उवागच्छिस्सइ, उवागच्छित्ता करयल परिग्गहिया तहेव आपुच्छिस्सइ जाव पव्वइत्तए । अहासुहं देवाणुप्पिए ! मा पडिबंधं ।
तए णं रटुकडे विउलं असणं पाणं खाइमं साइमं उवक्खडावेइ; मित्तणाइ जाव आमंतेइ, एवं जहेव पुव्वभवे सुभद्दा जाव अज्जा जाया इरियासमिया जाव गुत्तबंभयारिणी। ભાવાર્થ :- ત્યાર પછી સોનાબ્રાહ્મણી તે સુવ્રતા આર્યાઓને વંદન-નમસ્કાર કરીને તેની પાસેથી