SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નિરયાવલિકા સૂત્ર હતી. તે બહુપુત્રિક સિંહાસન ઉપર, ચાર હજાર સામાનિક દેવીઓ અને ચાર હજાર મહત્તરિકા–મુખ્ય દેવીઓની સાથે યાવત્ સૂર્યાભદેવની જેમ સુખ ભોગવતી રહેતી હતી. તે સમયે તેણે પોતાના વિપુલ અવધિજ્ઞાનથી આ સંપૂર્ણ જંબુદ્રીપ નામના દ્વીપને જોયો અને સાથે રાજગૃહનગરમાં પધારેલા ભગવાન મહાવીર સ્વામીને જોયા, જોઈને સૂર્યાભદેવની જેમ સિંહાસન ઉપરથી ઊભી થઈ અને તે દિશામાં સાત આઠ પગલાં જઈને, પ્રભુને વંદના નમસ્કાર કરીને, પોતાના શ્રેષ્ઠ સિંહાસન ઉપર પૂર્વ દિશા તરફ મોઢુ રાખીને બેઠી. ૧૦૪ ४ तए . णं तीसे बहुपुत्तियादेवीए इमेयारूवे अज्झत्थिए जाव मणोगयसंकप्पे समुप्पण्णे जाव आभिओगे देवे सद्दावेइ, एवं जहा सूरियाभे णवरं जोयणसहस्स– वित्थिण्णं जाणविमाणं विउव्वइ जाव उत्तरिल्लेणं णिज्जाणमग्गेण जोयणसाहस्सिए विग्गहिं आगया जाव विणएणं पंजलिउडा पज्जुवासइ । धम्मकहा समत्ता । ભાવાર્થ :- ત્યાર પછી તે બહુપુત્રિકા દેવીને પ્રભુ દર્શનના ભાવ જાગૃત થયા તેમજ મનોગત સંકલ્પ વગેરે ઉત્પન્ન થયા. તેણે આભિયોગિક(સેવક) દેવોને બોલાવ્યા. આ રીતે સૂર્યાભદેવની જેમ પ્રભુ દર્શન માટે જવાનું સંપૂર્ણ કથન ક૨વું. વિશેષતા એ છે કે તેની આજ્ઞા પ્રમાણે આભિયોગિક દેવોએ હજાર યોજનના વિમાનની વિષુવર્ણા કરી અને દેવલોકથી નીકળવાના ઉત્તરદિશાના માર્ગેથી નીકળીને હજારો યોજનની વિગ્રહ–અંતરાલ ગતિએ ચાલતાં યાન—વિમાન દ્વારા તે દેવી ભગવાનના સમવસરણમાં આવી યાવત્ વિનયપૂર્વક હાથ જોડીને પ્રભુની પર્યુપાસના કરવા લાગી. ભગવાને ધર્મદેશના આપી; ધર્મદેશના પૂર્ણ થઈ. ५ तए णं सा बहुपुत्तिया देवी जहा सूरियाभे जाव " अणुजाणउ मे भगवं" त्ति कटटु जाव दाहिणं भुयं पसारेइ, पसारित्ता देवकुमाराणं अट्ठसयं, देवकुमारियाण य वामाओ भुयाओ अट्ठसयं णिग्गच्छइ । तयाणंतरं च णं बहवे दारगा य दारियाओ य डिम्भए य डिम्भियाओ य विउव्वइ । णट्टविहिं जहा सूरियाभो तहा उवदंसेइ जाव जामेव दिसिं पाउब्भूया तामेव दिसिं पडिगया । ભાવાર્થ :- ત્યાર પછી તે બહુપુત્રિકા દેવીએ સૂર્યાભ દેવની સમાન પ્રભુની સમક્ષ પોતાની નાટય પ્રદર્શનની ઈચ્છા પ્રગટ કરી. પ્રભુ તરફથી કોઈ ઉત્તર ન મળતાં "હે ભગવન્ ! આપની આજ્ઞા છે,' એમ કહીને યાવત્ પોતાની જમણી ભુજા(હાથ)ને ફેલાવીને તેમાંથી એકસો આઠ દેવકુમારોને કાઢ્યા અને ડાબી ભુજાને ફેલાવી એકસો આઠ દેવકુમારીઓને કાઢી, ત્યાર પછી તે દેવીએ ઘણાં દા૨ક અને દારિકાઓ– મોટી ઉંમરના છોકરા, છોકરીઓ અને ડિમ્ભક, ડિકિાઓ–નાની ઉંમરના બાલક બાલિકાઓને વૈક્રિય– શક્તિથી બનાવ્યા. ત્યાર પછી સૂર્યાભદેવની જેમ નાટયવિધિ બતાવીને, ભગવાનને વંદના નમસ્કાર કરીને પોતાના યાન—વિમાનમાં બેસીને જે દિશામાંથી આવી હતી તે દિશામાં અર્થાત્ સ્વસ્થાને પાછી ગઈ. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં બહુ પુત્રિકા દેવીની જિન ધર્મ પ્રતિ શ્રદ્ધા અને ભક્તિનું દિગ્દર્શન છે. દેવલોકના
SR No.008777
Book TitleAgam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKiranbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages228
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, agam_nirayavalika, agam_kalpavatansika, agam_pushpika, agam_pushpachulika, & agam_vrushnidasha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy