________________
| પુષ્પિકા વર્ગ–૩: અધ્ય.-૪
| ૧૦૫ |
દિવ્ય ભોગની વચ્ચે પણ અવધિજ્ઞાન દ્વારા પ્રભુના દર્શન થતાં જ, સિંહાસન ઉપરથી નીચે ઉતરવું, સાત આઠ કદમ પ્રભુની દિશામાં જવું, દેવલોકમાંથી જ પ્રભુને ભાવ વંદન કરવા, ત્યાર પછી તુરંત જ સાક્ષાત્ પ્રભુના દર્શનાર્થે આવવાની તૈયારી વગેરે પ્રત્યેક ક્રિયા તેની જિન ભક્તિનું સૂચન કરે છે
બહુપુત્રિકા દેવીએ સંયમની વિરાધના કરી હતી. તેથી તે સ્ત્રીરૂપે-બહુપુત્રિકા દેવીરૂપે ઉત્પન્ન થઈ હતી. તેમ છતાં તપ-સંયમના પ્રભાવે તેણીએ સૂર્યાભ દેવની સમાન દિવ્ય ઋદ્ધિ પ્રાપ્ત કરી હતી. તેમાં વિશેષતા એ છે કે સંયમ વિરાધનામાં પણ તેની ધર્મની શ્રદ્ધા ભક્તિ અને નિષ્ઠા સુરક્ષિત હતી; તેથી તે વૈમાનિક દેવી રૂપે ઉત્પન્ન થઈ અને ત્યાં પણ તેની ધર્મભાવના યથાવત્ રહી હતી. તેથી જ તે પ્રભુના દર્શન કરવા આવી.
બહુપુત્રિકાદેવી-પૂર્વભવ સુભદ્રા :
६ भंते ! त्ति भगवं गोयमे समणं भगवं महावीरं वंदइ णमंसइ जाव પુછી I સૂડીરસાત વિકતો ! ભાવાર્થ :- દેવીના ગયા પછી ગૌતમ સ્વામીએ ભગવાન મહાવીરને વંદન-નમસ્કાર કર્યા અને હે ભગવન્! આ પ્રમાણે સંબોધન કરી તે બહુપુત્રિકાદેવીની ઋદ્ધિના વિલીન થવાના સંબંધમાં પ્રશ્ન કર્યો. ભગવાને કૂટાકારશાળાના દષ્ટાંતથી સમજાવ્યું. તે સર્વ વર્ણન પૂર્વવત્ જાણવું. | ७ बहुपुत्तियाए णं भंते ! देवीए सा दिव्वा देविड्डी किण्णा लद्धा पत्ता अभि- समण्णागया? ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! બહત્રિકા દેવીને આ પ્રકારની દિવ્ય-દેવઋદ્ધિ આદિ કેવી રીતે મળી, કેવી રીતે પ્રાપ્ત થઈ અને કેવી રીતે તેના ઉપભોગમાં આવી છે?
८ एवं खलु गोयमा ! तेणं कालेणं तेणं समएणं वाणारसी णामं णयरी होत्था। अंबसालवणे चेइए । तत्थ तं वाणारसीए णयरीए भद्दे णामं सत्थवाहे होत्था- अड्डे जाव अपरिभूए । तस्स ण भद्दस्स सत्थवाहस्स सुभद्दा णाम भारिया सुउमाला वंझा अवियाउरी जाणुकोप्परमाया यावि होत्था । ભાવાર્થ :- ઉત્તર- હે ગૌતમ ! તે કાળે અને તે સમયે વારાણસી નામની નગરી હતી. તે નગરીમાં આમ્રપાલવન નામનું ઉદ્યાન હતું. તે વારાણસી નગરીમાં ભદ્ર નામનો સાર્થવાહ રહેતો હતો. તે ધનધાન્યાદિથી સમૃદ્ધ થાવ બીજાઓથી અપરિભૂત હતો. તે ભદ્ર સાર્થવાહને સુભદ્રા નામની પત્ની હતી. તે અત્યંત સુકમાર અંગોપાંગવાળી હતી પરંતુ વંધ્યા હોવાથી તેણીએ એક પણ સંતાનને જન્મ આપ્યો ન હતો. તે માત્ર જાતુકર્પરમાતા હતી અર્થાત તેના સ્તનોને કેવળ ગોઠણ અને કોણીઓ જ સ્પર્શ કરતી હતી,