________________
પપિકા વર્ગ-૩: અધ્ય.-૪
[ ૧૦૧]
વર્ગ-૩ અધ્ય. ૪
પરિચય :
આ ઉદ્દેશકમાં બહુપુત્રિકા દેવીના પૂર્વ–પશ્ચાદ્ પાંચ ભવનું નિરૂપણ કરીને, આસક્તિભાવની પરંપરા અને તેના ફળનું પ્રતિપાદન કર્યું છે.
એકદા પ્રથમ દેવલોકની બહુપુત્રિકા નામની દેવી પ્રભુ મહાવીરના સમવસરણમાં આવી. તેણે પોતાની બંને ભુજાઓમાંથી ૧૦૮ બાળક અને ૧૦૮ બાલિકાઓ કાઢયા. તે સિવાય અન્ય અનેક બાળકોની વિકર્વણા કરી, નાટ્યવિધિ બતાવી, વૈક્રિય લબ્ધિનું સંહરણ કરીને, સ્વસ્થાને ગઈ. ત્યાર પછી શ્રી ગૌતમ સ્વામીના સંશયના સમાધાન રૂપે પ્રભુએ તેનો પૂર્વભવ કહ્યો. (૧) પર્વભવઃ સુભદ્રા :- વારાણસી નગરીમાં ભદ્ર નામનો સાર્થવાહ રહેતો હતો. તેની પત્નીનું નામ સુભદ્રા હતું. પૂર્વના કર્મયોગે તે વંધ્યા હતી. પુત્ર ન થવાથી તે અત્યંત દુઃખી રહેતી હતી. સંતાન ઉત્પત્તિ માટે અનેક પ્રયત્નો કરવા છતાં તેને સફળતા મળી નહીં. તેને સંતાન પ્રાપ્તિની તીવ્રતમ ઝંખના હતી.
એકદા સુવ્રતા આર્યાની શિષ્યાઓ તેના ઘરે ગોચરી અર્થે પધાર્યા. સુભદ્રાએ તેમને આહાર–પાણી વહોરાવી; વિદ્યા, મંત્ર, ઔષધ વગેરેથી સંતાનોત્પત્તિનો ઉપાય પૂછ્યો. સાધ્વીજીઓએ પોતાના સાધ્વાચારના નિયમ અનુસાર મંત્ર-તંત્ર ઔષધ ઉપચાર દ્વારા પુત્ર પ્રાપ્તિનો ઉપાય ન બતાવતાં ધર્મનો ઉપદેશ આપ્યો. ઉપદેશ શ્રવણ કરી તે શ્રમણોપાસિકા બની.
કેટલોક સમય પસાર થયા પછી તેણે સંયમ અંગીકાર કર્યો પરંતુ સંતાન પ્રાપ્તિની અતૃપ્ત ઈચ્છાથી બાળક–બાલિકાઓ ઉપર તેનો સ્નેહ વધવા લાગ્યો. સંયમ મર્યાદાનું ઉલ્લંઘન કરી બાળક–બાલિકાઓની સાથે સ્નેહ, ક્રિીડા, શૃંગાર, શુશ્રુષા આદિ પ્રવૃત્તિઓ કરવા લાગી.
ગુરુણી દ્વારા અને અન્ય આર્યાઓ દ્વારા તે પ્રવૃત્તિનો નિષેધ કરવા છતાં અને સમજાવવા છતાં, તેની ઉપેક્ષા કરી તે અન્ય સ્થાન(ઉપાશ્રય)માં જઈ રહેવા લાગી. સંયમ તપનું પાલન કરતાં, અંતે પંદર દિવસનો સંથારો કરી ઉક્ત દૂષિત પ્રવૃત્તિઓની આલોચના કર્યા વિના વિરાધક બનીને, કાળધર્મ પામી, પ્રથમ દેવલોકમાં બહુપુત્રિકા દેવીપણે ઉત્પન્ન થઈ.
(૨) વર્તમાન ભવઃ બહુપુત્રિકા દેવી – સુભદ્રા સાર્થવાહી ચારિત્ર પાલનના અભાવે સૌધર્મદેવલોકના બહત્રિક વિમાનમાં, બહુપુત્રિકા દેવીપણે ઉત્પન્ન થઈ. ત્યાં તે બહુપુત્રિકા નામના સિંહાસન ઉપર ૪000 સામાનિક દેવો વગેરે સહિત સુર્યાભદેવની સમાન દિવ્ય ઋદ્ધિનો અનુભવ કરે છે. ત્યાં તેની ચાર પલ્યોપમની