________________
૧૦૦ ]
શ્રી નિરયાવલિકા સૂત્ર
ગ્રહ અઠ્યાસી હોય છે. તેમાં નવ ગ્રહોની ગણતરી મહાગ્રહમાં થાય છે. સોમિલ બ્રહ્મર્ષિ તપના પ્રભાવે ઋદ્ધિશાળી મહાગ્રહ દેવ થયા છે.
શુકમહાગ્રહ દેવનું ભવિષ્ય :| २५ सुक्के णं भंते ! महग्गहे ताओ देवलोगाओ आउक्खएणं भवक्खएणं ठिइक्खएणं कहिं गच्छिहिइ कहिं उववज्जिहिइ ?
गोयमा ! महाविदेहे वासे सिज्झिहिइ जाव सव्वदुक्खाणं अंतं काहिइ । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! તે શુક્રમહાગ્રહ દેવ આયુક્ષય, ભવ ક્ષય અને સ્થિતિનો ક્ષય થયા પછી દેવલોકમાંથી ચ્યવીને ક્યાં જશે? ક્યાં ઉત્પન્ન થશે?
ઉત્તર- હે ગૌતમ! તે શક્રમહાગ્રહ દેવ આયુક્ષય, ભવક્ષય અને સ્થિતિક્ષય થયા પછી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ ધારણા કરીને સિદ્ધ થશે યાવત સર્વ દુઃખોનો અંત કરશે. અધ્યયન ઉપસંહાર :| २६ तं एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं पुफियाणं तच्चस्स अज्झयणस्स अयमढे पण्णत्ते ।
-ત્તિ મા ભાવાર્થ - હે જંબૂ! આ પ્રમાણે મુક્તિપ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે પુષ્પિકાવર્ગના ત્રીજા અધ્યયનમાં આ ભાવનું નિરૂપણ કર્યું છે.
તે વર્ગ-૩ અધ્ય-૩ સંપૂર્ણ છે