________________
| પુષ્પિકા વર્ગ–૩: અધ્ય.-૩
[ ૯૯]
विचित्तेहिं तवोवहाणेहि अप्पाणं भावेमाणे बहूई वासाई समणोवासगपरियागं पाउणइ, पाउणित्ता अद्धमासियाए संलेहणाए अत्ताणं झूसेइ, झूसित्ता तीसं भत्ताइ अणसणाए छेदेइ, छेदित्ता तस्स ठाणस्स अणालोइय अपडिक्कते विराहियसम्मत्ते कालमासे कालं किच्चा सुक्कवडिसए विमाणे उववायसभाए देवसयणिज्जसि देवदूसतरिए अगुलस्स असखेज्जइ भागमित्ताए ओगाहणाए सुक्कमहग्गहत्ताए उववण्णे ।
तए णं से सुक्के महग्गहे अहुणोववण्णे समाणे पंचविहाए पज्जत्तीए पज्जत्ति- भावमुवगए जाव भासामणपज्जत्तीए ।
एवं खलु गोयमा ! सुक्केणं महग्गहेणं सा दिव्वा देविड्डी जाव अभिसमण्णा- गए । एगं पलिओवमं ठिई । ભાવાર્થ - ત્યાર પછી સોમિલે ઘણા ઉપવાસ, છઠ, અઠ્ઠમ યાવતુ અર્ધમા ખમણ, મા ખમણ રૂપ વિવિધ તપશ્ચર્યાથી પોતાના આત્માને ભાવિત કરતાં ઘણાં વર્ષો સુધી શ્રાવક પર્યાયનું પાલન કર્યું. અંતે અર્ધમાસિક સંલેખના દ્વારા આત્માની આરાધના કરી અને ત્રીસ ભક્ત(ભોજન)નો અનશન દ્વારા ત્યાગ કરી, તે પૂર્વકૃત પાપસ્થાન (દુષ્પવ્રજ્યારૂપ કરેલા પ્રમાદ)ની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વિના સમ્યકત્વની વિરાધનાના કારણે કાળના સમયે કાળ કરીને, શુક્રાવતંસક વિમાનની ઉપપાત સભામાં દેવદૂષ્યથી આચ્છાદિત દેવશય્યા પર દેવદુષ્યની અંદર અંગુલના અસંખ્યાતમા ભાગની અવગાહનાથી શુક્ર મહાગ્રહ દેવરૂપે રૂપ ઉત્પન્ન થયા.
તત્કાલ ઉત્પન્ન થઈને તે શુક્ર મહાગ્રહ દેવ પાંચ પ્રકારની પર્યાપ્તિઓથી પર્યાપ્ત ભાવને પામ્યા. યથા– આહાર પર્યાપ્તિ યાવત્ ભાષા–મન પર્યાપ્તિ.
અંતે પોતાના કથનનો ઉપસંહાર કરતાં ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું- હે ગૌતમ ! આ શુક્રમહાગ્રહ દેવે આ તથા પ્રકારની દિવ્ય દેવ ઋદ્ધિ, ધૃતિ યાવત દિવ્ય પ્રભાવ પ્રાપ્ત કર્યા છે. ત્યાં તેની એક પલ્યોપમની સ્થિતિ છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સોમિલના જીવનનો અંત અને તેના પરિણામ સ્વરૂપે થયેલી તેની ગતિનું દિગ્દર્શન છે.
શ્રાવક ધર્મનું પાલન કરનારની ગતિ વૈમાનિક દેવની થાય છે. સોમિલે દેવની પ્રેરણાથી અંતે વ્રત ધારણ કર્યા પરંતુ સમ્યગુદર્શનની શુદ્ધિ કરી નહીં. મૂળપાઠમાં 'વિરાય નમ' શબ્દ પ્રયોગ છે, સમ્યકત્વની વિરાધના કરીને, પૂર્વકૃત પાપની આલોચનાદિ કર્યા વિના જ કાલધર્મ પામ્યા. તેથી તે જ્યોતિષી દેવોમાં શુક્ર મહાગ્રહદેવરૂપે ઉત્પન્ન થયા. અહીં સમ્યગદર્શન-શ્રદ્ધાની મહત્તા પ્રતીત થાય છે. સમ્યગદર્શન વિનાનું ચારિત્રપાલન સફળ થતું નથી.