________________
| ૯૮]
શ્રી નિરયાવલિકા સત્ર
इयाणिं पुव्वपडिवण्णाइं पंच अणुव्वयाई सयमेव उवसंपज्जित्ताणं विहरसि, तो णं तुज्झ इयाणिं सुपव्वइयं भवेज्जा । तएणं से देवे सोमिलं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता जामेव दिसिं पाउब्भूए तामेव दिसिं पडिगए।
तए णं से सोमिले माहणरिसी तेणं देवेणं एवं वुत्ते समाणे पुव्वपडिवण्णाइं पंच अणुव्वयाइं सयमेव उवसंपज्जित्ताणं विहरइ । ભાવાર્થ :- આ પ્રમાણે બધુ સાંભળીને સોમિલે દેવને કહ્યું- હે દેવાનુપ્રિય! હવે આપ જ બતાવો કે હું કેવી રીતે સુપ્રવ્રજિત બનું? અર્થાત્ મારી પ્રવ્રજ્યા સુપ્રવ્રજ્યા કેવી રીતે થાય?
તેના જવાબમાં દેવે સોમિલ બ્રાહ્મણને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય! જો તમે પૂર્વે ગ્રહણ કરેલા પાંચ અણુવ્રતને સ્વયમેવ સ્વીકારીને વિચરો તો તમારી આ પ્રવ્રજ્યા સુપ્રવ્રયા થશે.
ત્યાર પછી દેવે સોમિલ બ્રાહ્મણને વંદન-નમસ્કાર કર્યા અને જે દિશામાંથી તે આવ્યો હતો તે જ દિશામાં અંતર્ધાન થઈ ગયો.
તે દેવના અંતર્ધાન થયા પછી તેના કહેવા પ્રમાણે સોમિલ બ્રહ્મર્ષિ પૂર્વે સ્વીકારેલાં પાંચ અણુવ્રતોનો સ્વીકાર કરીને વિચરણ કરવા લાગ્યો.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં દેવનું સન્માર્ગદર્શન અને તેનો સોમિલે કરેલો સ્વીકાર, તે વિષયનું પ્રતિપાદન છે.
સોમિલને સત્ય તત્ત્વને પામવાની તમન્ના હતી, તેથી દેવના સૂચનને તરત જ સ્વીકારીને, પુનઃ અણુવ્રત રૂપે શ્રાવક ધર્મનો સ્વીકાર કર્યો.
મૂળપાઠમાં દેવના ઉત્તરમાં પાંચ અણુવ્રત ધારણ કરવાનો સંદેશ છે અને સોમિલ દ્વારા સ્વીકાર કરવાના પાઠમાં પણ પાંચ અણુવ્રતનો ઉલ્લેખ છે. પૂર્વ સૂત્રમાં સોમિલે ભૂતકાળમાં પુરુષાદાનીય પાર્શ્વનાથ ભગવાન પાસે પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રત રૂ૫ બારવ્રત ગ્રહણ કર્યાનો ઉલ્લેખ છે, તેના આધારે અહીં ઉપલક્ષણથી બાર વ્રત ગ્રહણ કરી શકાય.
મધ્યમના બાવીસ તીર્થકરોના શાસનમાં સાધુઓ માટે ચાતુર્યામ ધર્મ હોય છે. શ્રાવકો માટે તો દરેક શાસનમાં પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રત રૂપ બાર વ્રતો જ હોય છે. ચાતુર્યામ ધર્મ શ્રમણના ચાર મહાવ્રતની અપેક્ષાએ જ કહેવાય છે. તેથી સોમિલે પાંચ અણુવ્રત સહિત બાર વ્રત ધારણ કર્યા હતા. સોમિલની શુક્ર મહાગ્રહમાં ઉત્પત્તિ :२४ तए णं से सोमिले बहूहिं चउत्थछट्टट्ठमं जाव मासद्धमासखमणेहिं