________________
૯૨ |
શ્રી નિરયાવલિકા સૂત્ર
વાતચીતના પ્રસંગમાં આવેલા), પૂર્વ સંગતિક-ગૃહસ્થ જીવનના સાથી અને પર્યાય સંગતિક-તાપસ પર્યાયના સાથીઓને પૂછીને, આશ્રમમાં રહેનારા અનેક સેંકડો પ્રાણીઓને વચન આદિથી સન્માન આપી, વલ્કલ વસ્ત્ર પહેરીને, કાવડમાં પોતાના ભંડોપકરણ લઈને તથા કાષ્ઠમુદ્રાથી મોઢાને બાંધીને, ઉત્તરાભિમુખ થઈ ઉત્તર દિશામાં મૃત્યુ માટે મહા પ્રસ્થાન કરું.
१४ एवं संपेहेइ, संपेहित्ता कल्लं पाउप्पभाए रयणीए जाव कट्ठमुद्दाए मुहं बंधइ, बंधित्ता अयमेयारूवं अभिग्गहं अभिगिण्हइ- जत्थेव णं अहं जलसि वा थलंसि वा दुग्गंसि वा णिण्णंसि वा पव्वयंसि वा विसमंसि वा गाए वा दरीए वा पक्खलिज्ज वा पवडिज्ज वा, णोखलु मेकप्पइ पच्चुट्टित्तए त्ति अयमेयारूवं अभिग्गहं अभिगिण्हइ, अभिगिण्हित्ता उत्तराए दिसाए उत्तराभिमुहं महापत्थाणं पत्थिए ।
ભાવાર્થ :- આ પ્રમાણે વિચાર કરીને સોમિલે બીજા દિવસે સૂર્યોદય થતાં રાત્રિએ વિચાર્યા પ્રમાણે સર્વ વિધિ કરી, કાષ્ઠમુદ્રા વડે પોતાનું મોટું બાંધ્યું અને એવો અભિગ્રહ લીધો કે હું ચાલતાં ચાલતાં જ્યાં જળ, સ્થળ, દુર્ગ(વિકટ સ્થાન), નીચો પ્રદેશ, પર્વત, વિષમભૂમિ, ખાડો કે ગુફા; ગમે તે સ્થાનમાં હું અલના પામું કે પડી જાઉં, તો મારે ત્યાંથી ઊઠવું કલ્પ નહીં અર્થાત્ ત્યાંથી ઊઠીશ નહીં, આ પ્રમાણે અભિગ્રહ કર્યો. ત્યાર પછી ઉત્તરાભિમુખ થઈ મહાપ્રસ્થાન માટે સોમિલબ્રહ્મર્ષિએ ઉત્તરદિશા તરફ પ્રયાણ કર્યું. १५ तए णं से सोमिले माहणरिसी पच्छावरण्हकालसमयंसि जेणेव असोगवरपायवे तेणेव उवागए, असोगवरपायवस्स अहे किढिणसंकाइयं ठवेइ, ठवित्ता वेई वड्डेइ, वेड्डित्ता उवलेवणसंमज्जणं करेइ, करित्ता दब्भकलसहत्थगए जेणव गङ्गा महाणई, जहा सिवो जावगङ्गाओ महाणईओ पच्चुत्तरइ, पच्चुत्तरित्ता जेणेव असोगवरपायवे तेणेव उवागच्छइ, उवागच्छित्ता दब्भेहि य कुसेहि य वालुयाए य वेइं रएइ, रएत्ता सरगं करेइ करित्ता जाव बलिं वइस्सदेवं करेइ, करित्ता कट्ठमुद्दाए मुह बंधइ, बधित्ता तुसिणीए सचिट्ठइ । ભાવાર્થ - ત્યાર પછી ચાલતાં ચાલતાં તે સોમિલ બ્રહ્મર્ષિ દિવસના ત્રીજા પ્રહરમાં જ્યાં સુંદર અશોકવૃક્ષ હતું ત્યાં આવ્યો. તે અશોકવૃક્ષની નીચે પોતાની કાવડ રાખી; ત્યારપછી વેદિકા (બેસવાની જગ્યા) સાફ કરી, તે લીંપી(પોતી)ને સ્વચ્છ બનાવી; પછી ડાભ સહિત કલશને હાથમાં લઈને જ્યાં ગંગા મહાનદી હતી ત્યાં આવ્યો અને શિવરાજર્ષિની જેમ તે ગંગામહાનદીમાં સ્નાન આદિ ક્રિયા કરી ત્યાંથી બહાર નીકળ્યો; જ્યાં અશોકવૃક્ષ હતું ત્યાં આવીને ડાભ કુશ અને રેતીથી વેદી બનાવી; શરક તથા અરણીથી અગ્નિ પ્રજવલિત કર્યો વગેરે પૂર્વોક્ત વિધિ અનુસાર કાર્ય કરી, વૈશ્વદેવને તર્પણ કરી, કાષ્ઠમુદ્રાથી મુખ બાંધી, મૌન ધારણ કરીને બેસી ગયો.