SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ | પુષ્પિકા વર્ગ–૩: અધ્ય.—૩. [ ૯૧] ગયો અને ચોથા છઠના પારણે ઉત્તરદિશાના લોકપાલ વૈશ્રમણ મહારાજની આજ્ઞા લઈ ઉત્તર દિશામાં કંદમલ આદિ સામગ્રી લેવા માટે ગયો. આ રીતે પૂર્વ દિશાના વિસ્તૃત વર્ણન પ્રમાણે ચારે ય દિશા સંબંધી વિધિનું કથન કરવું જોઈએ કાવત અંતે તે બ્રહ્મર્ષિએ અતિથિને જમાડી સ્વયં ભોજન કર્યું. વિવેચન :કિસાહિત્ય :- દિશાપ્રોક્ષિક તાપસી પ્રવ્રજ્યામાં દિશાની પ્રમુખતાથી તેના અધિપતિ દેવોની પૂજા ભક્તિ કરવામાં આવે છે અને તેઓની આજ્ઞાથી તે દિશામાંથી યજ્ઞ સામગ્રી અને ખાધ સામગ્રી ગ્રહણ કરવામાં આવે છે. ચારે ય દિશાઓના અધિપતિ દેવ શકેંદ્રના લોકપાલ સોમ, યમ, વરુણ અને વૈશ્રમણ છે. વિવિધ સંય કાવડ, વરું = હાંડલી, મટકી, વરું સાદે = હાંડલીમાં ચોખા પકાવ્યા. ન રેનં- વૈશ્વદેવ. અગ્નિદેવતા. વહિં વસેવં રે= અગ્નિદેવતાને ભોજન સામગ્રી તર્પણ કરી. સોમિલનું મહાપ્રયાણ માટે પ્રસ્થાન :|१३ तए णं तस्स सोमिलमाहणरिसिस्स अण्णया कयाइ पुव्वरत्तावरत्तकालसमयसि अणिच्चजागरियं जागरमाणस्स अयमेयारूवे अज्झथिए जाव समुप्पज्जित्था- एवं खलु अहं वाणारसीए णयरीए सोमिले णाममाहणरिसी अच्चंतमाहणकुलप्पसूए । तए णंमए वयाइं चिण्णाइं जावजूवा णिक्खित्ता । तए णंमए वाणारसीए णयरीए बहिया जाव पुप्फारामा य रोविया । तए णं अहं जाव दिसापोक्खिय तावसत्ताएपव्वइए । पव्वइए वि य णं समाणे छठें छट्टेणं जाव विहरिए। __ तं सेयं खलु ममं इयाणिं कल्लं जाव जलंते बहवे तावसे दिट्ठाभट्टे य पुव्वसंगइए य परियायसंगइए य आपुच्छित्ता आसम-संसियाणि य बहूई सत्तसयाई अणुमाणइत्ता वागलवत्थणियत्थस्स किढिणसंकाइयगहियसभण्डोवगरणस्स कट्ठमुद्दाए मुहं बंधित्ता उत्तरदिसाए उत्तराभिमुहस्स महापत्थाणं पत्थावेत्तए । ભાવાર્થ :- ત્યાર પછી એક વખત મધ્યરાત્રિએ અનિત્ય જાગરણ કરતાં સોમિલ બ્રહ્મર્ષિને આ પ્રકારનો વિચાર આવ્યો કે- હું વારાણસી નગરીનો રહેવાસી, અત્યંત ઊંચા કુળમાં જન્મેલો, સોમિલ નામનો બ્રહ્મર્ષિ છું. મેં ગૃહસ્થાશ્રમમાં વ્રત પાલન કર્યા છે, યજ્ઞ આદિથી લઈ યજ્ઞસ્થંભ રોપાવ્યા સુધીના કાર્ય કર્યા છે. ત્યાર પછી મેં વારાણસી નગરીની બહાર આમ્રવનથી ફૂલોના બાગ બનાવવા સુધીના કાર્ય કર્યા છે. ત્યાર પછી હું દિક્ષાપ્રોક્ષિક તાપસરૂપે પ્રવ્રજિત થયો અને તે દિવસથી જ નિરંતર છઠ છઠ તપશ્ચર્યા સ્વીકારીને વિચારું છું. પરંતુ હવે મારા માટે એ યોગ્ય છે કે કાલે સૂર્યોદય થતાં જ અનેક દષ્ટ–ભાષિત (પૂર્વે જોયેલા કે
SR No.008777
Book TitleAgam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKiranbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages228
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, agam_nirayavalika, agam_kalpavatansika, agam_pushpika, agam_pushpachulika, & agam_vrushnidasha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy