________________
૯૦ |
શ્રી નિરયાવલિકા સૂત્ર
ઊતરીને વલ્કલ(છાલ)નાં વસ્ત્ર પહેર્યા અને જ્યાં પોતાની કુટિર હતી, ત્યાં આવ્યો, આવીને કાવડ લીધી અને પૂર્વ દિશાનું જલથી સિંચન કર્યું અને કહ્યું- હે પૂર્વ દિશાના લોકપાલ સોમ મહારાજ ! સાધનામાર્ગમાં પ્રસ્થિત(પ્રવૃત્ત) એવા આ સોમિલ બ્રાહ્મણ ઋષિની રક્ષા કરો અને અહીં(પૂર્વ દિશામાં) જે કાંઈ કંદ, મૂળ, છાલ, પાંદડા, પુષ્પ, ફલ, બીજ અને લીલોતરી આદિ છે તે લેવાની આજ્ઞા આપો" એમ કહીને પૂર્વ દિશામાં ગયો. ત્યાં જઈને જે કાંઈ કંદ, મૂલ, આદિ હતાં તે ગ્રહણ કર્યા અને પોતાની કાવડમાં રાખ્યાં; પછી ડાભ, કુશ, તોડેલાં પાંદડા અને સમિધ(હોમનાં કાષ્ઠ) લઈને, જ્યાં પોતાની કુટિર હતી ત્યાં આવ્યો અને કાવડ નીચે રાખી. પછી તેણે વેદિકા(દેવને પૂજવાનું સ્થાન)ને સાફ કરી, લીપીને શુદ્ધ બનાવી, દર્ભ તથા કલશને હાથમાં લઈને ગંગા નદી હતી ત્યાં આવ્યો અને તેમાં પ્રવેશ કરીને સ્નાન કર્યું, જલક્રીડા કરી અને શરીર પર પાણીનું સિંચન કર્યું, પછી આચમન કરીને સ્વચ્છ અને અત્યંત શુદ્ધ થઈને દેવતા, પિતૃ સંબંધી કાર્ય(તર્પણ વગેરે) કરીને, દર્ભ તથા કલશને હાથમાં લઈ, ગંગા નદીમાંથી બહાર નીકળ્યો અને પોતાની કુટીરમાં આવ્યો, આવીને ડાભ(મૂળ સહિત હોય તે દર્ભ), કુશ(મૂળ રહિત હોય તે) અને રેતીથી વેદી બનાવી, શરક–જે અગ્નિ ઉત્પન્ન કરવા માટે ઘસવામાં આવતું કાષ્ઠ અને અરણિ–જેના ઉપર શરક કાષ્ઠ ઘસાય તે; આ બંને કાષ્ઠને તૈયાર કર્યા પછી અગ્નિ પ્રજ્વલિત કરવા માટે શરકથી અરણિ કાષ્ઠને ઘસ્યું, ઘસીને તેમાંથી અગ્નિ પ્રગટ કર્યો, ફૂંક મારી તેને પ્રગટાવ્યો. તેમાં સમિધનાં કાષ્ઠ નાખીને વધારે પ્રજ્વલિત કર્યો. પછી અગ્નિની જમણી બાજુ સાત વસ્તુઓ રાખી (૧) સકત્થ(તાપસીનું ઉપકરણ વિશેષ) (૨) વલ્કલ (૩) સ્થાન(આસન) (૪) શય્યાભાંડ (૫) કમંડળ (૬) લાકડીનો દંડ (૭) પોતાનું શરીર, પછી મધ, ઘી અને ચોખાથી અગ્નિમાં હવન કર્યો. ઘી ચોપડીને હાંડલીમાં ચોખા રાંધ્યા, અગ્નિ દેવતાને બલિતર્પણ કરીને, અતિથિને જમાડીને પછી પોતે ભોજન ગ્રહણ કર્યું. १२ तए णं सोमिले माहणरिसी दोच्चं छटुक्खमणपारणगंसि, तं चेव सव्वं भाणियव्वं जाव आहारं आहारेइ । णवरं इमं णाणत्तं दाहिणं दिसिं पोक्खेइ पोक्खेत्ता एवं वासी- अहो णं दाहिणाए दिसाए जमे महाराया ! पत्थाणे पत्थियं अभिरक्खउ सोमिलं माहणरिसिं, अभिरक्खउ सोमिलं माहणरिसिं । जाणि य तत्थ कंदाणि य जाव हरियाणि य, ताणि अणुजाणउ त्ति कटु दाहिणं दिसिं पसरइ । एवं पच्चत्थिमेणं वरुणे महाराया जाव पच्चत्थिमं दिसिं पसरइ । उत्तरेणं वेसमणे महाराया जाव उत्तरं दिसिं पसरइ । पुव्वदिसागमेणं चत्तारि वि दिसाओ भाणियव्वाओ जाव आहारं आहारेइ । ભાવાર્થ :- ત્યારપછી સોમિલ બ્રાહ્મણે બીજો છઠ કર્યો. બીજા છઠના પારણાના દિવસે પણ આતાપના ભૂમિથી નીચે ઊતર્યો. વલ્કલના વસ્ત્ર પહેર્યા વગેરે પ્રથમ પારણામાં જે વિધિ કરી હતી તે જ પ્રમાણે બીજા પારણામાં પણ સર્વ વિધિ કરીને પછી આહાર કર્યો. તેમાં વિશેષતા એ છે કે તેણે દક્ષિણ દિશામાં જઈને કહ્યું- હે દક્ષિણ દિશાના લોકપાલ યમ મહારાજ! સાધના માટે પ્રવૃત્ત સોમિલ બ્રહ્મર્ષિની રક્ષા કરો અને તે દિશામાં જે કંદમૂલ આદિ છે તે લેવાની આજ્ઞા આપો. આ પ્રમાણે કહીને દક્ષિણ દિશામાં ગયો.
તે જ રીતે ત્રીજા છઠના પારણે પશ્ચિમના લોકપાલ વરુણ મહારાજાની આજ્ઞા લઈ પશ્ચિમ દિશામાં