________________
| પુષ્પિકા વર્ગ–૩: અધ્ય.-૩
૯૩ ]
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં દિશાપ્રોક્ષિક તાપસ પ્રવ્રજ્યાધારી સોમિલ બ્રહ્મર્ષિના સંલેખના-સંથારા સંબંધી વર્ણન છે. છઠ-છઠના પારણા યુક્ત ઉગ્ર તપશ્ચર્યા કરતાં તે બ્રહ્મર્ષિને સંથારો–અંતિમ પ્રસ્થાન (મહાપ્રસ્થાન) કરવાનો સંકલ્પ થયો. આ પ્રમાણે સોમિલ બ્રહ્મર્ષિના પરિણામોમાં તપ અને ત્યાગના ભાવો ઉત્તરોત્તર વૃદ્ધિગત થતા જોઈ શકાય છે.
મિદ્ – દષ્ટ + આભૃષ્ટ = જોયેલા અને વાતચીત કરેલા. બ્રહ્મર્ષિના ચલ સંથારાની વિશેષતાઓ - કાષ્ઠમુદ્રાથી મુખ બાંધીને વિહાર કરવો. પ્રતિદિન ઉત્તર દિશામાં ચાલવું. ત્રીજા પ્રહરમાં રોકાઈને સ્નાન, હવન વગેરે સર્વ યજ્ઞવિધિ કરવી. પછી અગ્નિદેવતાને બલિ તર્પણ કરી કાષ્ઠમદ્રાથી મુખ બાંધી મૌન ધારણ કરી ધ્યાનમાં બેસી જવું. બીજે દિવસે ફરી એ જ ક્રમથી દિનચર્યા કરવી. દેવ દ્વારા સોમિલને પ્રતિબોધ :१६ तए णं तस्स सोमिलमाहणरिसिस्स पुव्वरत्तावरत्तकालसमयंसि एगे देवे अंतियं पाउब्भूए । तए णं से देवे अंतलिक्खपडिवण्णे सोमिलमाहणं एवं वयासीहं भो सोमिलमाहणा ! पव्वइया दुप्पव्वइयं ते । तए णं से सोमिले तस्स देवस्स एयमटुं णो आढाइ, णो परिजाणइ, अणाढायमाणे अपरिजाणमाणे तुसिणीए સવિદ્દા
तएणं से देवे सोमिलं माहणं दोच्चंपि तच्चपि एवं वयासी-हं भो सोमिल माहणा ! पव्वइया दुप्पव्वइयं ते । तए णं से सोमिले तस्स देवस्स दोच्चंपि तच्चपि एवं वुत्ते समाणे णो आढाइ जाव तुसीणीए संचिट्ठइ । तए णं से देवे सोमिलेणं माहणरिसिणा अणाढाइज्जमाणे जामेव दिसिं पाउब्भूए तामेव दिसिं પડિયા ભાવાર્થ :- ત્યાર પછી મધ્યરાત્રિના સમયે સોમિલ બ્રહ્મર્ષિની સમક્ષ એક દેવ પ્રગટ થયો. તે દેવે આકાશમાં રહીને સોમિલ બ્રહ્મર્ષિને આ પ્રમાણે કહ્યું- હે સોમિલ બ્રાહ્મણ! તમારી આ પ્રવ્રજ્યા દુષ્પવ્રજ્યા છે. સોમિલ બ્રહ્મર્ષિએ તે દેવની વાતનો આદર કર્યો નહીં, તેના કહેવા પર ધ્યાન આપ્યું નહીં, દેવના કથન પર આદર અને ધ્યાન ન આપતાં તે મૌન જ રહ્યો.
ત્યાર પછી દેવે બીજી અને ત્રીજી વાર પણ આ પ્રમાણે કહ્યું- હે સોમિલ બ્રાહ્મણ ! તમારી પ્રવ્રજ્યા દુષ્પવ્રજ્યા છે. ત્યારે સોમિલે બીજી ત્રીજીવાર પણ દેવની આ વાત પર ધ્યાન આપ્યું નહીં, મૌન