________________
પુષ્પિકા વર્ગ-૩ : અધ્ય.-૩
परिहायमाणेहिं मिच्छत्तं पडिवण्णे ।
ભાવાર્થ :- ત્યાર પછી તે સોમિલ બ્રાહ્મણ ક્યારેક અસાધુદર્શન– મહાવ્રતધારી સાધુઓના દર્શન અને તેમની પર્યુપાસના ન કરવાથી તથા મિથ્યાત્વ પર્યાય વધવાથી અને સમ્યક્ત્વ પર્યાય ઘટવાથી મિથ્યાત્વ (વિપરીત શ્રદ્ધા)ને પ્રાપ્ત થયો.
વિવેચન :
૮૫
સોમિલ, બ્રાહ્મણ સમાજમાં અગ્રણીય વિદ્વાન હોવા છતાં તે નગરીમાં પ્રભુ પાર્શ્વનાથ પધાર્યા ત્યારે પ્રસન્ન ભાવે દર્શન અને પ્રશ્નોના સમાધાન માટે ગયો. ધર્મદેશના સાંભળીને બાર વ્રતધારણ કરવા રૂપ શ્રાવક ધર્મ અંગીકાર કર્યો. પરંતુ પૂર્વ સંસ્કારોની પ્રગાઢતા અને નૂતન સ્વીકૃત વીતરાગ ધર્મના સંસ્કારોની પુષ્ટીનું નિમિત્ત ન મળતાં તે શ્રાવકધર્મ વિસરીને શ્રદ્ધાવિહીન બની ગયો.
ઉત્તરા. અ. ૨૮માં ઉત્તરાધ્યયન સૂત્ર ૨૮માં શ્રદ્ધાની સુરક્ષા માટે શ્રદ્ધાના ચાર અંગ કહ્યા છે, યથા— परमत्थ संथवो वा, सुदिट्ठ परमत्थ सेवणा वावि । वावण्ण कुदंसण वज्जणा, इय सम्मत्त सद्दहणा ॥
આ ગાથાનું તાત્પર્ય એ છે કે સમ્યક્ત્વ–શ્રદ્વાનને સુરક્ષિત રાખવા માટે (૧) પરમાર્થ પરિચય– જિનભાષિત તત્ત્વનો, પરમાર્થને પામેલી વ્યક્તિનો પરિચય કરવો. (૨) પરમાર્થ સેવા– પરમાર્થને પામેલા જ્ઞાની શ્રમણોનું સત્સંગ, ધર્મદેશના વગેરેનો લાભ લેવો; સેવા, પર્યુપાસના કરવી. (૩) વાવન્ન– જેની શ્રદ્ધા પ્રરૂપણા વિકૃત થઈ ગઈ હોય તે વ્યક્તિઓના સંગનો ત્યાગ કરવો. (૪) કુદર્શન વર્જના- કુદર્શની– જિન માર્ગથી વિપરીત પ્રરૂપણા કરનાર મિથ્યાત્વીઓના સંગનો ત્યાગ કરવો. આ ચારે અંગના સેવનથી શ્રદ્ધાની સંપૂર્ણ સુરક્ષા અને સ્થિરતા જળવાઈ રહે છે.
સોમિલ બ્રાહ્મણ સાક્ષાત્ ભગવાન પાર્શ્વનાથ પ્રભુની પાસે પ્રતિબોધિત થયો હતો છતાં સત્સંગના અભાવે શ્રાવકધર્મથી વ્યુત થઈ ગયો.
સોમિલ દ્વારા ઉધાન નિર્માણ :
७ | तए णं तस्स सोमिलस्स माहणस्स अण्णया कयाइ पुव्वरत्तावरत्तकालसमयंसि कुटुंबजागरियं जागरमाणस्स अयमेयारूवे अज्झत्थिए जाव समुप्पज्जित्था - एवं खलु अहं वाणारसीए णयरीए सोमिले णामं माहणे अच्चतमाहणकुलप्पसूए । तएणं मए वयाइं चिण्णाइं, वेया य अहीया, दारा आहुया, पुत्ता जणिया, इड्डीओ સમાળીયાઓ, પતુબંધા યા, નળા નડ્ડા, વિશ્વા વિખ્ખા, અતિષી પૂછ્યા, अग्गी हूया, जूवा णिक्खित्ता । तं सेयं खलु ममं इयाणि कल्लं जाव जलते