________________
શ્રી નિરયાવલિકા સૂત્ર
वाणारसीए णयरीए बहिया बहवे अंबारामा रोवावित्तए; एवं माउलिङ्गा बिल्ला कविट्ठा चिंचा पुप्फारामा रोवावित्तए; एवं संपेहेइ, संपेहित्ता कल्लं जाव जलते वाणारसीए णयरीए बहिया अंबारामे जाव पुप्फारामे य रोवावेइ ।
८५
ભાવાર્થ :- ત્યાર પછી એક વખત મધ્યરાત્રિમાં કુટુંબ જાગરણ કરતાં તે સોમિલ બ્રાહ્મણને આ પ્રકારનો આંતરિક સંકલ્પ થયો. કે "હું વારાણસી નગરીમાં રહેનારો અને અત્યંત શુદ્ધ બ્રાહ્મણકુળમાં જન્મેલો છું. મેં વ્રત ગ્રહણ કર્યા છે, વેદનો અભ્યાસ કર્યો, લગ્ન કર્યા, વંશ પરંપરાની વૃદ્ધિ માટે પુત્રવાન બન્યો, સમૃદ્ધિ ભેગી કરી–અર્થોપાર્જન કર્યું, પશુબંધ કર્યા– ગાય, ભેંસોનું પાલન કર્યું, યજ્ઞ કર્યા, દક્ષિણા આપી, અતિથિ પૂજા—સત્કાર કર્યા, અગ્નિમાં આહુતિ આપી, યજ્ઞ સ્થંભ નાંખ્યા વગેરે ગૃહસ્થ સંબંધી સર્વ કાર્ય કરી લીધા છે. હવે મારે માટે યોગ્ય છે કે કાલે સૂર્યોદય થતાં વારાણસી નગરીની બહાર આંબાનાં वृक्षोनो जगीयो जनावुं तथा भातुसिंग - जिभेरा, जिला, डोठा, थिंया - आमसी तथा सोनी वाडी जनावु." આ પ્રમાણે વિચાર કર્યો, વિચાર કરીને, રાત્રિ પૂર્ણ થતાં, સૂર્યોદય થતાં જ તેણે વારાણસી નગરીની બહાર આંબાના ઘણાં બગીચાથી લઈને ફૂલની વાડી સુધીનાં પૂર્વોક્ત સર્વ સ્થળો બનાવરાવ્યા.
८ तए णं बहवे अंबारामा य जाव पुप्फारामा य अणुपुव्वेणं सारक्खिज्जमाणा संगोविज्जमाणा संवड्डिज्जमाणा आरामा जाया किण्हा किण्होभासा जाव रम्मा महामेह णिकुरंबभूया पत्तिया पुष्फिया फलिया हरियगरेरिज्जमाणा सिरीए अईव - अईव उवसोभेमाणा उवसोभेमाणा चिट्ठति ।
ભાવાર્થ :- ત્યાર પછી તે આમ્રવન યાવત્ પુષ્પવાડી વગેરે ધીમે ધીમે અનુક્રમથી સંરક્ષિત–જીવાદિકના ભયથી રક્ષણ કરાતાં, સંગોપિત–વાયુ આદિથી ગુપ્ત કરાતાં, સંવર્ધિત–પાણી સિંચન દ્વારા વિકાસ કરાતાં વૃદ્ધિ પમાડાતાં, દર્શનીય બની ગયા. તે લીલાછમ, લીલીછમ કાન્તિવાળા, પાણીથી ભરેલાં વાદળા હોય તેવા ઘનીભૂત રંગવાળા, પત્ર તથા પુષ્પોવાળા અને ફળોવાળા, હરિયાળા અને અત્યંત સુશોભિત થઈ ગયા. સોમિલનો ગૃહત્યાગ વિચાર :
९ तए णं तस्स सोमिलस्स माहणस्स अण्णया कयाइ पुव्वरत्तावरत्तकालसमयंसि कुडुंबजागरियं जागरमाणस्स अयमेयारूवे अज्झत्थिए जाव समुप्पज्जित्था - एवं खलु अहं वाणारसीए णयरीए सोमिले णामं माहणे अच्चतमाहणकुलप्पसूए । तए णं मए वयाइं चिण्णाई जाव जूवा णिक्खित्ता । तए णं मए वाणारसीए णयरीए बहिया बहवे अंबारामा जाव पुप्फारामा य रोवाविया । तं सेयं खलु मए इयाणि कल्लं जाव जलते सुबहुं लोहकडाहकडुच्छुयं तंबियं तावसभण्डं घडावेत्ता विउलं असणं पाणं खाइमं साइमं उवक्खडावेत्ता मित्तणाइणियगसंबंधिपरिजणं आमंतेत्ता