________________
૮૪ ]
શ્રી નિરયાવલિકા સૂત્ર
રિલબ્ધ – બ્રાહ્મણ મતમાં છ અંગ કહ્યા છે જેમાં ઋગ્વદ આદિ ચાર વેદ, પાંચમું અંગ ઈતિહાસ ગ્રંથ અને છઠ્ઠો ગ્રંથ નિઘંટુ નામનો કોશ છે. આ છ અંગોના જાણનાર માટે અહંકાવી = ષષ્ટાંવિ શબ્દ પ્રયોગ થાય છે.
વાપી :- શાસ્ત્રમાં વારલી અને વારાણસી બે શબ્દપ્રયોગ પ્રાપ્ત થાય છે. પ્રસ્તુત સૂત્રમાં વાલ પાઠ સ્પષ્ટ છે. ગુજરાતી ભગવદ્ ગોમંડલ કોશમાં વારાણસી શબ્દ છે અને અભિધાન રાજેન્દ્ર કોશ અને અર્ધમાગધી કોશમાં વાઈરફી શબ્દ છે. નગરીના નામ કરણ માટે કોશોમાં સ્પષ્ટ કર્યું છે કે વાર અને અલી નામની બે નદીઓની વચ્ચે વસેલી હોવાથી તે નગરીનું નામ વાર+આરી = વાપાળવા પડ્યું છે. વર્તમાનમાં આ નગરીનું નામ બનારસરૂપે પ્રસિદ્ધ છે. તે ઉત્તર પ્રદેશમાં છે.
સોમિલ બ્રાહ્મણ દ્વારા શ્રાવકધર્મ સ્વીકાર :| ५ तए णं तस्स सोमिलस्स माहणस्स इमीसे कहाए लद्धट्ठस्स समाणस्स इमे एयारूवे अज्झथिए जाव समुप्पज्जित्था- एवं खलु पासे अरहा पुरिसादाणीए पुव्वाणुपुट्वि चरमाणे जाव अप्पाणं भावेमाणे विहरइ । तं गच्छामि णं पासस्स अरहओ अंतिए पाउब्भवामि, इमाइं च णं एयारूवाई अट्ठाई हेऊइं पसिणाई कारणाई वागरणाइं पुच्छिस्सामि एवं जहा पण्णत्तीए सोमिलो तहा णिग्गओ जाव संबुद्धे, सावगधम्म पडिवज्जित्ता पडिगए । तए णं पासे अरहा अण्णया कयाइ वाणारसीओ णयरीओ अंबसालवणाओ चेइयाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता बहिया जणवयविहारं विहरइ ।
ભાવાર્થ :- ત્યાર પછી ભગવાન પધાર્યા છે, તે સમાચાર જાણીને સોમિલ બ્રાહ્મણના મનમાં આ પ્રકારનો વિચાર આવ્યો- "પુરુષાદાનીય અરિહંત પાર્શ્વનાથ ભગવાન પૂર્વાનુપૂર્વી અનુક્રમથી વિહાર કરતાં થાવ આમ્રપાલવનમાં બિરાજી રહ્યા છે, તેથી હું જાઉં અને પાર્શ્વનાથ ભગવાનના સાનિધ્યમાં પહોંચીને મારા મનમાં મુંઝવતા શબ્દોના અર્થ, હેતુ, પ્રશ્ન, કારણ અને વ્યાખ્યા પૂછું." આ રીતે ભગવતી સૂત્ર વર્ણિત સોમિલની જેમ પ્રશ્નો પૂછળ્યા અને પ્રભુના યથોચિત ઉત્તર સાંભળી, બોધ પામી, શ્રાવકધર્મ સ્વીકારીને પાછો ફર્યો. ત્યાર પછી કોઈ સમયે ભગવાન પાર્શ્વનાથ વારાણસી નગરીના આદ્મશાલ ઉધાનમાંથી બહાર નીકળ્યા, નીકળીને બહારના દેશમાં વિચારવા લાગ્યા.
દષ્ટિ પરિવર્તન-મિથ્યાત્ત્વની પ્રાપ્તિ :| ६ तएणं से सोमिले माहणे अण्णया कयाइ असाहुदंसणेण य अपज्जुवासणयाए य मिच्छत्तपज्जवेहिं परिवड्डमाणेहिं परिवड्डमाणेहिं सम्मत्तपज्जवेहि परिहायमाणेहिं