________________
શ્રી નિરયાવલિકા સૂત્ર
સામળે' શબ્દ પ્રયોગ છે. પરંતુ તેણે કયા નિમિત્તથી, કેવી રીતે દર્શનની, જ્ઞાનની કે ચારિત્રના મૂળગુણ અથવા ઉત્તરગુણની વિરાધના કરી, તે વાતની સૂત્રમાં કોઈ સ્પષ્ટતા જણાતી નથી. તેમ છતાં વિાહિય સામળે. એક જ શબ્દ પ્રયોગના કારણે અને જ્યોતિષીમાં ઉત્પન્ન થયા તેથી નિશ્ચિત થાયછે કે તેઓએ સમકિતની અને ચારિત્રની કોઈ અક્ષમ્ય વિરાધના અવશ્ય કરી હતી.
ચંદ્રદેવનું ભવિષ્ય :
९ चंदे णं भंते ! जोइसिंदे जोइसराया ताओ देवलोगाओ आउक्खएणं जाव चइत्ता कहिं गच्छिहिइ कहिं उववज्जिहिइ ?
गोयमा ! महाविदेहे वासे सिज्झिहि ।
ભાવાર્થ :- હે ભગવન્ ! જ્યોતિષેન્દ્ર જ્યોતિષરાજ ચંદ્ર તે દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરી, ત્યાંથી ચ્યવીને ક્યાં જશે, ક્યાં ઉત્પન્ન થશે ?
હે ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ ધારણ કરી સિદ્ધ થશે.
અધ્યયનનો ઉપસંહાર ઃ
१० तं एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं पुप्फयाणं पढमस्स अज्झयणस्स अयमट्ठे पण्णत्ते । -ત્તિ નેમિ । ભાવાર્થ :- હે જંબૂ ! આ પ્રમાણે મોક્ષ પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે પુષ્પિકા વર્ગના પ્રથમ અધ્યયનનો આ ભાવ કહ્યો છે.
|| વર્ગ-૩ અધ્ય.-૧ સંપૂર્ણ |