________________
| પુષ્પિકા વર્ગ-૩ઃ અધ્ય.-૨
[ ૭૭]
વર્ગ-૩ અધ્ય. ર
પરિચય :
આ અધ્યયનમાં સૂર્યદેવના પૂર્વભવનું જીવન વૃત્તાંત છે.
એકદા જ્યોતિર્મેન્દ્ર સૂર્યદેવ પ્રભુના દર્શનાર્થે આવ્યા. પોતાની ઋદ્ધિ આદિનું પ્રદર્શન કરીને સ્વસ્થાને ગયા. ત્યાર પછી શ્રી ગૌતમ સ્વામીના પૂછવાથી પ્રભુએ તેનો પૂર્વભવ કહ્યો. સૂર્યદેવનો પૂર્વભવ – શ્રાવસ્તી નગરીમાં સુપ્રતિષ્ઠિત નામનો વણિક રહેતો હતો. તેનું સંપૂર્ણ વર્ણન અંગતિની સમાન જાણવું અર્થાત્ સાંસારિક ઋદ્ધિ, સંયમગ્રહણ, જ્ઞાન, તપ, સંલેખના, સંયમની વિરાધનાદિ અંગતિના પ્રથમ અધ્યયન સમાન જ છે. આયુષ્ય પૂર્ણ કરીને તે જ્યોતિષેન્દ્ર સૂર્યદેવ થયા. તેની ઋદ્ધિ પણ ચંદ્રદેવની સમાન છે.
સૂર્યદેવ પોતાની એક હજાર વર્ષ સાધિક એક પલ્યોપમની સ્થિતિ પૂર્ણ કરીને, મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય જન્મ ધારણ કરી, તપ-સંયમનું પાલન કરી, સંપૂર્ણ કર્મક્ષય કરી શિવગતિને પ્રાપ્ત કરશે.